શાકભાજીના ભાવ થયા બમણા, ઉનાળામાં આસમાને રહેશે

18 March, 2019 10:48 AM IST  |  મુંબઈ

શાકભાજીના ભાવ થયા બમણા, ઉનાળામાં આસમાને રહેશે

આવકમાં ઘટાડો થવાથી લીલી ભાજી સહિત તમામ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. છેલ્લા અઠવાડિયાની સરખામણીમાં લીલાં શાકભાજીના ભાવમાં બમણો વધારો નોંધાયો છે. અમુક શાકભાજીના ભાવમાં કિલોએ ૧૦થી ૧૨ રૂપિયા વધ્યા છે. ઉનાળાના દિવસોમાં તમામ શાકભાજીના ભાવમાં હજી વધારો થાય એવી પૂરી શક્યતા છે.

છેલ્લા અઠવાડિયા સુધી શાકભાજીની આવક વધુ હતી એટલે ગૃહિણીઓનું બજેટ સચવાતું હતું, પણ હવે છેલ્લા પાંચ દિવસથી આવકમાં ઘટાડો થવાથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે. એને કારણે મેથી, પાલક, સૂવા, લીલા કાંદા, ધાણા વગેરેના ભાવ બમણા થયા છે. હમણાં સુધી જે ધાણાની એક ઝૂડીનો ભાવ પાંચથી સાત રૂપિયા હતો એ ભાવવધારા બાદ ૨૦થી ૨૫ રૂપિયા થયો છે. પાલક અને સૂવાની એક ઝૂડીનો ભાવ હવે ૨૦ રૂપિયા થયો છે.

ત્રણથી ચાર અઠવાડિયાં સુધી પરિસ્થિતિ આવી જ રહેશે

આગામી ત્રણથી ચાર આઠવાડિયાં સુધી પરિસ્થિતિ આવી જ રહેવાની શક્યતા છે એમ જણાવીને ખ્ભ્પ્ઘ્ માર્કેટના વેપારી શંકરશેઠ પિંગળેએ જણાવ્યું હતું કે ‘રાજ્યમાં પાણીની અછતને કારણે પાકમાં ઘટાડો થયો છે. તેથી બીજાં રાજ્યોથી શાકભાજી આયાત થઈ રહી છે. હમણાં તમામ શાકભાજીના ભાવ ૧૦થી ૧૨ ટકાનો વધારો થયો છે અને ગરમીની મોસમમાં ભાવ હજી વધશે એમ કહીં શકાય.’

ગુવાર ૧૨૦ રૂપિયે કિલો!

ગુવારનો ભાવ ગયા અઠવાડિયા સુધી ૧૦૦ રૂપિયે કિલો હતો એમાં ૨૦ ટકાનો વધારો થવાથી હવે ગુવારનો ભાવ ૧૨૦ રૂપિયે કિલો થયો છે, જ્યારે ભીંડાનો ભાવ ૮૦ રૂપિયે કિલોએ પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ સુરતના એક જ પરિવારના પાંચ સભ્યોનાં રહસ્યમય મોત : હત્યા કે આત્મહત્યા?

હમણાં કઈ શાકભાજીના કેટલા ભાવ?

શાકભાજી      ભાવ (રૂપિયા)
મેથી            ૧૦
ધાણા          ૨૦થી ૨૫
પાલક           ૧૦
સૂવા             ૧૦
ગુવાર            ૧૨૦
ભીંડા              ૮૦

gujarat news