હિન્દુત્વવાદી શિવસેના અચાનક બિનસાંપ્રદાયિક

29 November, 2019 11:32 AM IST  |  Mumbai | Hemal Ashar

હિન્દુત્વવાદી શિવસેના અચાનક બિનસાંપ્રદાયિક

લોકસભાની ચૂંટણી માટે ગયા એપ્રિલ મહિનામાં દક્ષિણ મુંબઈના શિવસેનાના ઉમેદવાર અરવિંદ સાવંતના પ્રચાર માટે કોલાબાની રેડિયો ક્લબમાં યોજાયેલી નાનકડી સભામાં આદિત્ય ઠાકરેએ કૉન્ગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવરા પર પ્રહારો કર્યા હતા. આદિત્યે ભાષણના અંતમાં ‘પ્રોગ્રેસનો વિરોધી શબ્દ કૉન્ગ્રેસ’ એમ કહ્યું હતું.

શિવસેનાએ એનસીપી અને કૉન્ગ્રેસની સાથે મિશ્ર સરકાર રચતાં એક વખતના કટાક્ષો અને પ્રહારો આજે પ્રશંસામાં પલટાઈ ગયા છે, ત્યારે સૌ અચરજથી જોઈ રહ્યા છે. મરાઠી દૈનિક ‘સામના’ના તંત્રીલેખો વાંચતાં શિવસેનાના વાઘે ખરેખર હિન્દુત્વવાદનો ત્યાગ કર્યો છે કે કેમ એ પ્રશ્ન ઊભો થયો છે. એક વખતમાં કૉન્ગ્રેસની બિનસાંપ્રદાયિકતા પર વિશ્વાસ રાખીને વોટ આપતા લઘુમતી સમુદાયના નાગરિકો હવે સતર્ક બન્યા છે. શિવસેનાનું અત્યાર સુધીનું હિન્દુત્વવાદી વલણ જોતાં એની જોડે કૉન્ગ્રેસના ગઠબંધનથી લઘુમતી સમુદાયના મતદારો ‘સાવધાન’ની ભૂમિકામાં આવ્યા છે.

કાલીનાના રહેવાસી ક્રૉમ્પ્ટન ટેક્સેરિયાએ જણાવ્યું હતું કે ‘લઘુમતી સમુદાયના સભ્ય તરીકે મેં હંમેશાં બિનસાંપ્રદાયિક છાપ ધરાવતી કૉન્ગ્રેસને મત આપ્યો છે. અમારા સમુદાયનો મોટો વર્ગ શિવસેનાથી ડરતો હતો. આજની સ્થિતિમાં કૉન્ગ્રેસે દગો કર્યો એ શબ્દો કદાચ વધારે આકરા ગણાય, પરંતુ શિવસેનાને સહયોગી બનાવવા બાબતે મારા મનમાં આશંકા જરૂર છે.’

મુંબઈના મુસ્લિમ સમુદાયની કેટલીક ચળવળોમાં અગ્રેસર ફિરોઝ મીઠીબોરવાલાએ જણાવ્યું હતું કે ‘શિવસેના સાથે કૉન્ગ્રેસ-એનસીપીનું ગઠબંધન પૉઝિટિવ પગલું હોઈ શકે છે. શિવસેનાની વિચારધારા મુસ્લિમ વિરોધી નથી. એમની હિન્દુત્વની વિચારધારા બીજેપી કરતાં જુદી પડે છે. તેઓ મૂળભૂત રીતે મરાઠી માણૂસને પ્રાધાન્ય આપે છે. શિવાજી મહારાજ પુરોગામી વિચારો ધરાવતા રાજા હતા. છેલ્લા કેટલાક વખતથી શિવસેનાના મુખપત્ર ‘સામના’માં મુસ્લિમ વિરોધી લખાણો ઘટી ગયાં છે. વળી કૉન્ગ્રેસે પણ મવાળ કે હળવા હિન્દુત્વનો આશરો લીધો છે. આ વખતે શિવસેના હળવા હિન્દુત્વને અપનાવે એવી શક્યતા છે. ગેરસમજ દૂર કરવા માટે મુસલમાનોએ ઉદ્ધવ ઠાકરે જોડે સંવાદ સાધવાની જરૂર છે.’

આ પણ વાંચો : કરોડોના અનાજનાં કાળાબજાર કરવાના કેસમાં થાણેના કચ્છી વેપારીની ધરપકડ

મુસ્લિમ્સ ફૉર સેક્યુલર ડેમોક્રસી સંગઠનના મહામંત્રી જાવેદ આનંદે જણાવ્યું હતું કે ‘રાજ્યમાં નવા ગઠબંધન બાબતે મુસલમાન સમુદાયમાં જુદા-જુદા મત પ્રવર્તે છે. કહેવાતો બિનસાંપ્રદાયિક પક્ષ કૉન્ગ્રેસ, ૧૯૯૨-’૯૩નાં રમખાણોમાં સંડોવાયેલા પક્ષની જોડે ગઠબંધન કેવી રીતે કરી શકે? એ વેળાની કૉન્ગ્રેસની સરકારે રમખાણો પર નિયંત્રણ માટે શા પગલાં લીધાં હતાં? હવે આગળના વખતમાં મુસ્લિમો માટે આરક્ષણ સહિતના અનેક મુદ્દે શું બને છે, એના પર લઘુમતી સમુદાયના વલણનો આધાર છે.’

uddhav thackeray aaditya thackeray sharad pawar nationalist congress party shiv sena mumbai news