ત્રણ કાર હોવા છતાં જયંતી ભાનુશાલીએ પણ કેમ ટ્રેનમાં જવાનું પસંદ કર્યું?

10 January, 2019 08:19 AM IST  |  | Rashmin Shah

ત્રણ કાર હોવા છતાં જયંતી ભાનુશાલીએ પણ કેમ ટ્રેનમાં જવાનું પસંદ કર્યું?

કાર છતાંય ટ્રેનમાં કેમ કર્યો પ્રવાસ ?

અબડાસાના વિધાનસભ્ય જયંતી ભાનુશાલીની સોમવારે મધરાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં હત્યા કરવામાં આવી. આ હત્યાનો પ્લાન બનાવવામાં તેમની નજીકના વર્તુળની કોઈ વ્યક્તિ સંડોવાયેલી હોય એવું ગુજરાત ઘ્ત્D (ક્રાઇમ) માને છે, કારણ કે જયંતીભાઈ રવિવાર સવાર સુધી ટ્રેનમાં મુસાફરી નહોતા કરવાના; પણ તેમનાં વાઇફ મધુબહેનનો આગ્રહ હતો કે જો રાતના સમયે અમદાવાદ આવવાનું બને તો બાય-રોડ આવવાને બદલે તે ટ્રેનમાં આવે. જયંતીભાઈ માટે આ કાયમનું હતું અને કાયમ તેમનાં વાઇફ તથા મોટા ભાઈ આ સૂચના આપતાં. એને લીધે જયંતીભાઈએ રવિવારે નક્કી કર્યું કે તેઓ સોમવારે રાતે ટ્રેનમાં અમદાવાદ પાછા જશે. જો જયંતીભાઈ પરિવારની વાત માન્યા ન હોત તો કાં તો જયંતીભાઈનો હત્યાનો આખો પ્લાન પડતો મુકાયો હોત અને કાં તો હત્યા માટે તેમને કચ્છ-અમદાવાદના નૅશનલ હાઇવે પર આંતરવામાં આવ્યા હોત જેની શક્યતા પ્રમાણમાં ખૂબ ઓછી છે. એટલે એવું કહી શકાય કે જો જયંતીભાઈએ સોમવારે ટ્રેનમાં જવાનું ટાળી દીધું હોત તો તેમનું આયુષ્ય લંબાઈ ગયું હોત.

જયંતીભાઈએ ટ્રેનની ટિકિટ કરાવી જેનું સ્ત્ભ્ રિઝર્વેશન પણ સોમવારે બાર વાગ્યે થયું હતું. ઘ્ત્D (ક્રાઇમ)નું માનવું છે કે આ કન્ફર્મેશનની વાત અંગત વ્યક્તિ દ્વારા હત્યારાઓ સુધી પહોંચી હોઈ શકે છે અને પછી ટ્રેનમાં મર્ડર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હોઈ શકે છે. ઘ્ત્D (ક્રાઇમ) એ પણ માને છે કે મર્ડર પહેલાં ટ્રેનનું જે ચેઇન-પુલિંગ થયું હતું એ દરમ્યાન હત્યારાઓ ટ્રેનમાં ચડ્યા હોઈ શકે છે, જેથી સ્ટેશન પર કોઈ તેમને જુએ નહીં કે સ્ટેશનના ઘ્ઘ્વ્સ્ કૅમેરાનાં ફુટેજમાં પણ તેઓ આવે નહીં.

આ પણ વાંચોઃ જયંતીભાઈનાં પોસ્ટરો પર મારેલી ચોકડી શું મર્ડરની નિશાની હતી?

હત્યારાઓ હોઈ શકે છે પ્રોફેશનલ કિલર

જયંતીભાઈની હત્યા માટે પ્રોફેશનલ કિલરને કામ સોંપવામાં આવ્યું હોય એ શક્યતા પણ તપાસ-અધિકારીઓ નકારતા નથી. હત્યામાં જે પ્રકારનો દેશી તમંચો વપરાયો હતો એ પ્રકારના તમંચા કયા સ્ટેટમાં વધારે વપરાય છે એની તપાસ હવે શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે એ તમંચા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બનતા હોવાનું પ્રાથમિક તારણ ઘ્ત્D (ક્રાઇમ)ને મYયું છે.

gujarat news