અંબાજીમાં કરા સાથે વરસાદ, કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

04 May, 2019 04:47 PM IST  |  ગાંધીનગર

અંબાજીમાં કરા સાથે વરસાદ, કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં ફની વાવાઝોડાની અસર નહીં થવાની આગાહી કરી છે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજીમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલી સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. અંબાજીના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબકી ચૂક્યો છે. મળતી માહિતી પ્રમાણે અંબજાની સાથે સાથે અમરેલીમાં હળવા છાંટા પડ્યા તો સાવરકુંડલામાં પણ માવઠું થયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવા ઝાપટાની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ 'Fani'ની ગુજરાતના ચોમાસા પર નહીં થાય અસર, ફરી વધશે ગરમી

દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલી સાયક્લોનીક સિસ્ટમને કારણે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટમાં વરસાદની પડવાની હવામાન વિભાગે આગહી કરી છે.. આ સાથે જ વાતાવરણમાં પલટો આવવાની તેમજ હળવા ઝાપટા પડવાની શક્યતા પણ હવામાન ખાતાએ દર્શાવી છે.

gujarat news rajkot