સરદાર સરોવર નર્મદા ડૅમની જળસપાટી ૧૨૧.૪૭ મીટરે પહોંચી

22 July, 2019 07:32 AM IST  |  ગાંધીનગર

સરદાર સરોવર નર્મદા ડૅમની જળસપાટી ૧૨૧.૪૭ મીટરે પહોંચી

સરદાર સરોવર ડેમ

રાજ્યમાં હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડૅમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડૅમની જળસપાટી ૧૨૧.૪૭ મીટરે પહોંચી છે. ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી ૪૪,૯૯૨ ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં ગુજરાતના ખેડૂતો માટે ૯૨૫૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ૧૨ કલાકમાં ડૅમની સપાટી ૨૧ સેન્ટીમીટર વધી છે. નર્મદા ડૅમમાં ૧૩૪૦ ટીએમસી લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ડૅમના પાવર હાઉસ શરૂ રહેતાં પાણીની આવક સારી એવી થઈ રહી છે.

મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડૅમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતાં ડૅમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડૅમની જળસપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્ય કૅનલમાંથી પાણી સતત ખેડૂતો માટે છોડાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

gujarat news