વિસાવદરઃઆદમખોર દીપડાને પકડવાના પાંજરે પૂરાયો સિંહ

09 April, 2019 01:56 PM IST  |  વિસાવદર

વિસાવદરઃઆદમખોર દીપડાને પકડવાના પાંજરે પૂરાયો સિંહ

પ્રતીકાત્મક તસવીર

વિસાવદરમાં છેલ્લા કેટલાક દિવસોથી બે દીપડા આતંક મચાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દીપડા 2 વ્યક્તિનો શિકાર કરી ચૂક્યા છે. જો કે હજી સુધી વનવિભાગ આ માનવભક્ષી દીપડાઓને પકડી નથી શકી. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પ્રયત્નો તો કર્યા, પરંતુ દીપડાને બદલે સિંહ પાંજરે પૂરાઈ ગયો.

વનવિભાગે ગઈકાલે રાત્રે હસનાપુરમાં દીપડાને પકડવા પાંજરા મૂક્યા હતા. જો કે પાંજરામાં દીપડાના બદલે વનરાજ સિંહ પૂરાઈ ગયા. બકરાના મારણની લાલચે સિંહ પાંજરામાં ઘૂસ્યો અને પાંજરુ બંધ થઈ ગયું. જેથી પાંજરાની અંદર પૂરાયેલા સિંહની ત્રાડથી સમગ્ર વિસ્તારમાં લોકો જાગી ગયા હતા. વનવિભાગનું માનવું છે કે સિંહની ત્રાડથી દીપડો આ વિસ્તાર છોડી ચૂક્યો હશે. જેને કારણે દીપડો પાંજરે નથી પૂરાયો.

આ પણ વાંચોઃ ગુજરાતનો ઈતિહાસ દર્શાવતી 10 જગ્યાઓ  

વન વિભાગની માહિતી પ્રમામે બંને આદમખોર દીપડાને પકડવા માટે સાસણની રેસ્ક્યુ ટીમ અને વેટરનરી ડોક્ટરની પણ મદદ લેવાઈ રહી છે. જો કે 3 દિવસનો સમય વીતવા છતાં હજી સુધી દીપડા ન પકડાતા સ્થાનિકો દહેશતમાં જીવી રહ્યા છે. સ્થાનિક લોકો રાત્રે પાણી વાળવા માટે ખેતરમાં જતા પણ ડરી રહ્યા છે.

gujarat news