વાયુ વાવાઝોડાના કારણે ભૂતેશ્વર મહાદેવનું મંદિર ધરાશાયી

13 June, 2019 07:30 PM IST  | 

વાયુ વાવાઝોડાના કારણે ભૂતેશ્વર મહાદેવનું મંદિર ધરાશાયી

ભૂતેશ્વર મહાદેવનું મંદિર ધરાશાયી

વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારાની નજીકથી પસાર થઈ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વરસાદની સાથે સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે પોરબંદરના દરિયા કિનારે આવેલા ભૂતેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશાયી થઈ હતી મંદિરની દિવાલ ધરાશાયી થવાના કારણે હાલ કોઈ જાનહાનિના સમચાર મળ્યા નથી. દીવમાં નાગવા બીચ પર આવેલું ટેન્ટ સિટી પણ જમીનદોસ્ત બન્યું હતું. વાયુ વાવાઝોડુ ફંટાવાના કારણે રાહત થઈ જો કે તેના નજીકથી પસાર થવાના કારણે સૌરાષ્ટ્રના કાંઠાઓ પર 50 કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ વધારે ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે.

ભૂતેશ્વર મંદિરની દીવાલ પડી

પોરબંદરમાં આવેલુ આ ભુતેશ્વર મહાદેવનું મદદ 50 વર્ષ કરતા પણ જૂનું છે. જો કે રાહતની વાત એ હતી કે, દિવાલ ધરાશાઈ થવાના કારણે કોઈ ઈજા થઈ હતી નહી વાયુ વાવાઝોડું નજીક આવતાની સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં પવનનું જોર વધ્યું છે જેના કારણે ઠેર ઠેર વૃક્ષા ધરાશાઈ થયા છે જ્યારે દિવાલો જમીનદોસ્ત થઈ છે. માધવપુરામાં પણ એક ઘર ધરાશાઈ થયું હતું. માધવપુરમાં ઘર ધરાશાયી થવાના કારણે 3 લોકોને ઈજા થઈ હતી.

આ પણ વાંચો: વાયુ વાવાઝોડાની મુંબઈમાં અસર, ક્યાંક ઝાડ પડ્યા, ક્યાંક ભારે પવન

100 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વાયુ વાવાોઝોડાની અસર ગુજરાતના તમામ દરિયાકાંઠા પર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના ઘર અને દુકાનોના પતરા ઉડી ગયા છે જ્યારે વૃક્ષો અને મોટા મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. હવામાનની આગાહી અનુસાર વાયુ વાવાઝોડુ હાલ દરિયા કાંઠાથી 100 કિલોમીટર કરતા દૂરના અંતરે છે જ્યારે વાવાઝોડુ દરિયાકાંઠાની નજીક આવશે ત્યારે પવનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક હોવાની પણ શક્યતા થઈ શકે છે

gujarat gujarati mid-day