વાયુ વાવાઝોડની અસર 408 ગામો અને 60 લાખ લોકોને થશે

12 June, 2019 01:34 PM IST  | 

વાયુ વાવાઝોડની અસર 408 ગામો અને 60 લાખ લોકોને થશે

408 ગામો અને 60 લાખ લોકોને થશે અસર

વાયુ વાવાઝોડા ગુજરાતના દરિયાના કાંઠે 13 જૂને પહોચી જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાશે. આ વાવાઝોડાની અસર ઘણા મોટાપાયે જોવા મળશે તેવુ માનવામાં આવી રહ્યું છે. વાયુની અસર ગુજરાતના 400 કરતા વધારે ગામોમાં જોવા મળશે અને આ ગામોમાં રહેતા 60 લાખ જેટલા લોકો પર અસર પડશે. હાલ વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 300 કિલોમીટર દૂર છે

ગુજરાતના 408 ગામો અને 60 લાખ લોકોને થશે અસર

વાયુ વાવાઝોડાની અસર 408 ગામો, 31 તાલુકાઓ, 10 જીલ્લા અને સૌરાષ્ટ્રમાં રહેતા 60 લાખ લોકોને અસર કરશે. વાયુ વાવાઝોડુની દિશા બદલાતા વાવાઝોડુ વેરાવળ અને પોરબંદરની વચ્ચે ટકરાવવાનું માનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 1,20,000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને દરિયાકિનારાની નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસવાની અપીલ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે સુરક્ષાના ભાગે તમામ દરિયાકિનારાઓને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ ગુજરાત સરકાર દ્વારા 230 શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વાયુ વાવાઝોડાની ગુજરાતમાં આવી છે અસર, જુઓ ફોટોઝ

NDRFની ટીમો ખડેપગે

વાવાઝોડાના વધતા જોખમ વચ્ચે NDRFની ટીમો એનાયત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અનુસાર 47 NDRFની ટીમો મુશ્કેલીઓના સમયમાં પરિસ્થિતિને પહોચી વળવા માટે ખડેપગે જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારને 1,00,000 કરતા વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ સિવાય જાહેર ટ્રાન્સપોર્ટેશન સાથે સાથે, સૌરાષ્ટ્રના રૂટની તમામ ટ્રેન સેવાઓ અને હવાઈ સુવિધાઓ પણ બંધ કરવામાં આવી છે.

gujarat gujarati mid-day