વાયુ વાવાઝોડાની ગુજરાતમાં આવી છે અસર, જુઓ ફોટોઝ

Updated: Jun 12, 2019, 17:32 IST | Bhavin
 • વાયુ વાવાઝોડાથી બચવા માટે તંત્ર સતત ખડે પગે છે. અત્યાર સુધી કુલ 1 લાખ 64 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. 

  વાયુ વાવાઝોડાથી બચવા માટે તંત્ર સતત ખડે પગે છે. અત્યાર સુધી કુલ 1 લાખ 64 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. 

  1/19
 • તંત્રની ચેતવણી છતાંય કેટલાક લોકો દરિયામાં નહાતા જોવા મળ્યા છે. NDRFના જવાનો તમામ લોકોને દરિયામાંથી બહાર કાઢી રહ્યા છે. 

  તંત્રની ચેતવણી છતાંય કેટલાક લોકો દરિયામાં નહાતા જોવા મળ્યા છે. NDRFના જવાનો તમામ લોકોને દરિયામાંથી બહાર કાઢી રહ્યા છે. 

  2/19
 • NDRFના જવાનો જુદા જુદા વિસ્તારોમાં જઈને લોકોને સલામત સ્થળે પહોંચી જવા સમજાવી રહ્યા છે. 

  NDRFના જવાનો જુદા જુદા વિસ્તારોમાં જઈને લોકોને સલામત સ્થળે પહોંચી જવા સમજાવી રહ્યા છે. 

  3/19
 • NDRFની ટીમ મોરબી પણ પહોંચી ચૂકી છે. વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે દરિયાકાંઠાને હિટ કરે તેવી શક્યતા છે.

  NDRFની ટીમ મોરબી પણ પહોંચી ચૂકી છે. વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે દરિયાકાંઠાને હિટ કરે તેવી શક્યતા છે.

  4/19
 • હવામાન વિભાગે વાયુ વાવાઝોડા દરમિયાન 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી છે.

  હવામાન વિભાગે વાયુ વાવાઝોડા દરમિયાન 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી છે.

  5/19
 • વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે ગુજરાતના દરિયાકિનારે અથડાવાનું છે, ત્યારે લોકો વાવાઝોડાની અસરને માણવા માટે દરિયાકિનારે પહોંચી રહ્યા છે. 

  વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે ગુજરાતના દરિયાકિનારે અથડાવાનું છે, ત્યારે લોકો વાવાઝોડાની અસરને માણવા માટે દરિયાકિનારે પહોંચી રહ્યા છે. 

  6/19
 • એક તરફ તંત્ર દ્વારા દરિયાકિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે કચ્છમાં લોકો દરિયાકિનારે ફોટોઝ લેવા પહોંચ્યા છે. 

  એક તરફ તંત્ર દ્વારા દરિયાકિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે કચ્છમાં લોકો દરિયાકિનારે ફોટોઝ લેવા પહોંચ્યા છે. 

  7/19
 • તંત્ર દ્વારા દ્વારકા, સોમનાથ, સાસણગીર, કચ્છના દરિયાકિનારે ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે. 

  તંત્ર દ્વારા દ્વારકા, સોમનાથ, સાસણગીર, કચ્છના દરિયાકિનારે ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે. 

  8/19
 • હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ વાવાઝોડુ 13 તારીખે વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચશે. 

  હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ વાવાઝોડુ 13 તારીખે વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચશે. 

  9/19
 • અગમચેતીના ભાગ રૂપે કંડલા બંદરને પણ હંગામી ધોરણે બંધ કરી દેવાયું છે. 

  અગમચેતીના ભાગ રૂપે કંડલા બંદરને પણ હંગામી ધોરણે બંધ કરી દેવાયું છે. 

  10/19
 • બંદરની નજીક રહેતા લોકોને પણ સલામત સ્થળે પહોંચી જવા માટે નિર્દેશ કરાયો છે, જેથી જાનહાનિ ટાળી શકાય.

  બંદરની નજીક રહેતા લોકોને પણ સલામત સ્થળે પહોંચી જવા માટે નિર્દેશ કરાયો છે, જેથી જાનહાનિ ટાળી શકાય.

  11/19
 • સ્થાનિક લોકો પણ સલામત રહેવા માટે સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરી રહ્યા છે. 

  સ્થાનિક લોકો પણ સલામત રહેવા માટે સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરી રહ્યા છે. 

  12/19
 • વાવાઝોડાની કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે કચ્છમાં NDRFની ટીમને તૈનાત કરી દેવાઈ છે.

  વાવાઝોડાની કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે કચ્છમાં NDRFની ટીમને તૈનાત કરી દેવાઈ છે.

  13/19
 • વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાના મોજા તીવ્ર બનીને ઉછળી રહ્યા છે. 

  વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાના મોજા તીવ્ર બનીને ઉછળી રહ્યા છે. 

  14/19
 • પોરબંદર અને મહુવાના દરિયા કિનારે મોજા તીવ્ર ગતિએ ઉછળી રહ્યા છે. 

  પોરબંદર અને મહુવાના દરિયા કિનારે મોજા તીવ્ર ગતિએ ઉછળી રહ્યા છે. 

  15/19
 • સોમનાથના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયામાં પણ વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

  સોમનાથના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયામાં પણ વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

  16/19
 • સૌરાષ્ટ્રના દરિયામાં પણ ખૂબ જ વેગથી પવન ફૂંકાઈ રહ્યો છે. ધીરે ધીરે દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. 

  સૌરાષ્ટ્રના દરિયામાં પણ ખૂબ જ વેગથી પવન ફૂંકાઈ રહ્યો છે. ધીરે ધીરે દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. 

  17/19
 • તો વાયુ વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે સ્થાનિકો પણ મદદ કરવા તૈયાર થઈ રહ્યા છે. ફૂડ પેકેટ્સ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં મોકલાઈ રહ્યા છે. 

  તો વાયુ વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે સ્થાનિકો પણ મદદ કરવા તૈયાર થઈ રહ્યા છે. ફૂડ પેકેટ્સ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં મોકલાઈ રહ્યા છે. 

  18/19
 • રાજકોટના બોલબાલા ટ્રસ્ટે મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કરી અસર થનાર વિસ્તારોમાં મોકલી આપ્યા છે. 

  રાજકોટના બોલબાલા ટ્રસ્ટે મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કરી અસર થનાર વિસ્તારોમાં મોકલી આપ્યા છે. 

  19/19
 • loading...

ફોટોઝ વિશે

 વાયુ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠેથી માત્ર 300 કિલોમીટર જ દૂર છે. આ વાવાઝોડું ગુરુવારે વહેલી સવારે ગુજરાતના કિનારે ટકરાશે. અને 48 કલાક સુધી સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર વર્તાશે. હાલ પણ વાવાઝોડાની હાજરી વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. જુઓ ફોટોઝ (Image Courtesy: ANI)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK