વાયુ વાવાઝોડાનો યુ-ટર્ન, પ્રતિ કલાક 3 કિલોમીટર આગળ વધી રહ્યું છે.

15 June, 2019 05:42 PM IST  | 

વાયુ વાવાઝોડાનો યુ-ટર્ન, પ્રતિ કલાક 3 કિલોમીટર આગળ વધી રહ્યું છે.

ફરી ફંટાયુ વાયુ વાવાઝોડુ

વાયુ વાવાઝોડાના દિશા બદલવાના કારણે પ્રસાશન અને ગુજરાતના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર વાયુ વાવાઝોડુ ફરી એકવાર ફંટાયુ હતુ અને હવે વાવાઝોડુ આવનારા 48 કલાકમાં કચ્છના કિનારે ટકરાય તેવુ માનવામાં આવી રહ્યું છે. વાયુ વાવાઝોડુ ફંટાઈ જતા ઓમાન તરફ વળ્યું હતું જ્યારે ફરી એકવાર વાયુ વાવાઝોડુ ફંટાતા હવે કચ્છના દરિયાકાંઠે વાયુ વાવાઝોડુ ટકરાઈ શકે છે.

વાયુ વાવાઝોડાના પગલે હજુ પણ દ્વારકા અને સોમનાથના દરિયા કાંઠે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દરિયામાં ઉંચા ઉંચા મોજાઓ ઉછળી રહ્યા હતાં. આ સિવાય દ્વારકા અને સોમનાથમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પ્રસાશન દ્વારા ફરી એકવાર સતર્કતા રાખવામાં કહેવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસમાં 3 થી 12 ઈંચનો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની રિપોર્ટ અનુસાર ફરી એકવાર વાયુ વાવાઝોડાએ તેની દિશા બદલી હતી અને હવે વાયુ વાવાઝોડાના નિશાના પર કચ્છ અને આજુબાજુના વિસ્તાર રહી શકે છે. હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વડોદરા: ડભોઈની દર્શન હોટલમાં ખાળકુવાની સફાઈ કરવા ઉતરેલા 7 મજૂરના મોત

ઉલ્લેખનીય છે કે, પહેલા વાયુ વાવાઝોડુ વેરાવળના દરિયા કિનારે ત્રાટકવાનું હતું જેના કારણે પ્રસાશન દ્વારા સાવચેતીના પગલા લેતા લોકોનું સ્થળાંતર કરાયું હતું અને NDRFની ટીમો પણ સ્ટેન્ડબાય મુકવામાં આવ્યા હતા. વેરાવળના દરિયા કિનારાથી 280 કિલોમીટર દૂર વાયુ વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનું સંકળ ટળ્યું હતું. જો કે ફરી એકવાર ગુજરાત માટે વાયુ વાવાઝોડુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

gujarat gujarati mid-day