વાયુ વાવાઝોડાની અસર: ક્યાંક વૃક્ષો ધરાશાઈ તો ક્યાંક ઘરોના પતરા ઉડ્યા

13 June, 2019 02:24 PM IST  | 

વાયુ વાવાઝોડાની અસર: ક્યાંક વૃક્ષો ધરાશાઈ તો ક્યાંક ઘરોના પતરા ઉડ્યા

(PIC-ANI)

વાયુ વાવાોઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠા પર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના ઘરો અને દુકાનોના પતરા ઉડી ગયા છે જ્યારે વૃક્ષો અને મોટા મોટા હોર્ડિંગ્સ ધરાશાઈ થયા છે. હવામાનની આગાહી અનુસાર વાયુ વાવાઝોડુ હાલ દરિયા કાંઠાથી 100 કિલોમીટર કરતા દૂરના અંતરે છે જ્યારે વાવાઝોડુ દરિયાકાંઠાની નજીક આવશે ત્યારે પવનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક હોવાની પણ શક્યતા થઈ શકે છે.

હજુ તો વાયુ વાવાઝોડુ 100 કિલોમીટર દૂર છે ત્યારે દરિયા કિનારાની આજુબાજુના વિસ્તારોમાં પવનના કારણે નુકસાન થયું છે. કાંઠાની નજીકના કાચા ઘરોના પતરા ઉડી રહ્યા છે ત્યારે ક્યાંક વૃક્ષો પણ ધરાશાઈ થવાના બનાવ પણ સામે આવ્યા છે. વાવાઝોડુ ન ટકારાવાની રાહત વચ્ચે દિવના દરિયા કિનારે સિગ્નલ 9ની જગ્યાએ સિગ્નલ 8 કરાયું હતું.

આ પણ વાંચો: વાયુ વાવાઝોડાની હજી પણ વર્તાઈ રહી છે અસર, ફોટોઝમાં જુઓ ભયાવહ સ્થિતિ

સૌરાષ્ટ્રની સાથે સાથે અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની સાથે સાથે અમદાવાદમાં પણ વીજળી ગૂલ થઈ છે. સૌરાષ્ટ્ર્ માટે આવનારા 24 કલાક મહત્વના માનવમાં આવી રહ્યા છે. આવનારા 24 કલાકમાં વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠાની સૌથી નજીકથી નિકળશે ત્યારે શું પરિસ્થિતિ સર્જાશે તે જોવાનું રહેશે.

gujarat gujarati mid-day