અમદાવાદઃબજરંગ દળે કર્યો Valentines Dayનો વિરોધ

14 February, 2019 02:46 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃબજરંગ દળે કર્યો Valentines Dayનો વિરોધ

વિશ્વભરમાં આજે પ્રેમના પ્રતીક એવા વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં પણ પ્રેમી પંખીડાઓ આજનો દિવસ ઉજવી રહ્યા છે. જો કે અમદાવાદના રિવરફ્રન્ટ પર બજરંગ દળના કાર્યકર્તાઓએ લવ બર્ડ્ઝના રંગમાં ભંગ પાડ્યો હતો. 

અમદાવાદના રિવરફ્રન્ટમાં યુવાનો અને યુવતીઓ બેઠા હતા, ત્યારે જ બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. અને સૂત્રોચ્ચારો કરી બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો. 

બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ કરતા યુવાનો અને યુવતીઓ રિવરફ્રન્ટ છોડીને ભાગ્યા હતા. 

આ મામલે પોલીસે બજરંગ દળના 15 કાર્યકર્તાઓની અટકાયત કરી છે. 

gujarat ahmedabad news valentines day