ગામને દારૂમુક્ત કરવા અનોખો પ્રયોગ, પાંજરે પુરાવાની શરમે દારૂડિયા બન્યા નિર્વ્યસની, જાણો વધુ 

20 October, 2021 02:41 PM IST  |  mumbai | Nirali Kalani

આ ગામમા દારૂનું સેવન કરાનાઓને એક દિવસ જેલમાં બંધ રાખવામાં આવે છે અને 12000 હજારનો દંડ ફટકારવામાં આવે છે.

મોતીપુર ગામમાં દારૂનું સેવન કરનારાઓને જેલમાં બંધ રાખવામાં આવે છે ( તસવીર: પાર્થ શાહ)

ગાંધીના ગુજરાતને સાચા અર્થમાં દારૂમુક્ત કરવા માટે કેટલાક ગામોએ અનેખી તરકીબ અપનાવી છે. આ તરકીબ એવી છે લોકો તેના ડરથી નહીં પણ શરમને કારણે દારૂ છોડી છે. કાયદેસર રીતે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દરરોજ ગેરકાયદેસર દારૂ વેચવાના અને પીવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. ત્યારે સાણંદ પાસે મોતીપુરા ગામમાં દારૂના સેવનને રોકવા માટે એક જેલ બનાવવામાં આવી છે. 

આ ફોટો મોતીપુર ગામનો છે. આ માણસને કોઈ હત્યા, ચોરી કે લૂટંફાટ માટે નહીં પણ દારૂના સેવન બદલ જેલમાં પુરવામાં આવ્યો છે. અહીં  નટ સમાજની બહુમતી છે, જે યાયાવર જેવું જીવન જીવે છે. સમાજના લોકોએ તેમના સમુદાયના લોકોમાં દારૂનું વ્યસન દૂર કરવા માટે એક અનોખો સામાજિક પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ દારૂ પીનારાઓ પર દંડ લાદવાનો અને તેમને સજા તરીકે રાતોરાત પાંજરામાં રાખવાનો છે. તેના પરિણામો એટલા ચમત્કારિક છે કે હવે તમામ જિલ્લાના ઘણા ગામો આ તરકીબને અપનાવી રહ્યા છે.

સાણંદથી 7 કિમી દૂર મોતીપુરા ગામ દારૂબંધીની ઘટનાનો સામનો કરી રહ્યું હતું. ગામમાં ઓછામાં ઓછી 100 આવી મહિલાઓ છે જે દારૂને કારણે અશક્ત બની છે. આ દુર્ઘટનાનો અંત લાવવા સમાજના લોકોએ એક અનોખી પહેલ કરી. જેમાં મહિલાઓની મદદ લેવામાં આવી હતી. ગામમાં પાંજરાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દારૂ પીનાર વ્યક્તિ રાતોરાત એક જ પાંજરામાં કેદ થઈ જાય છે. આ સિવાય તેના પર 1200 રૂપિયાના દંડનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને હવે વધારી દેવામાં આવ્યો છે. 

આ સંદર્ભે મિડ-ડે ડૉટ કોમે મોતીપુર ગામના શંકર ભાઈ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ` દારૂનું સેવન અટકાવવા અંગે સૌથી પહેલો વિચાર ગામના એક યુવક મંડળને આવ્યો હતો. તેમણે આ વિચાર અંગે ગામના વડીલો સાથે વાત કરી અને ત્યાર બાદ દારૂનુ સવેન કરનારા માટે સજારૂપે દંડ નક્કી કરવામાં આવ્યો. ધીમે ધીમે આ તરકીબની સારી અસર થતાં જેલમાં પુરી રાખવાનો પ્રયોગ અપનાવવામાં આવ્યો.`


 
જેલના પ્રયોગ વિશે વધુ જણાવતાં શંકર ભાઈએ કહ્યું કે ` ઘણીવાર એવું બનતું કે નાણાંકીય રીતે સદ્ધર લોકો દંડ તો આપી દેતા પરંતુ દારૂ છોડતા નહોતા. બાદમાં અમે દંડની સાથે દારૂ પીનારાઓને એક દિવસ જેલમાં પણ રાખવાનું નક્કી કર્યુ, જેથી શરમને કારણે તેઓ દારૂની લત છોડી દે. આ પ્રયોગ ઘણા અંશે સફળ રહ્યો. અમે આ પ્રયોગ સાથે 4 વર્ષથી કામ કરી રહ્યાં છે. હવે ક્યારેક કોઈ માંડ એક દારૂનો કિસ્સો સામે આવે છે.`

મોતીપુરા ગામના આ મોડેલની સફળતાએ અન્ય ગામોને પણ પ્રેરણા આપી છે. હવે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લાના 23 થી વધુ ગામોએ આ સામાજિક પ્રયોગ અપનાવ્યો છે. દંડની રકમ વધારીને હાલમાં 12000 રૂપિયા કરવામાં આવી છે જેનો ઉપયોગ સ્થાનિક સામાજિક કાર્ય માટે થાય છે.

હાલમાં 24 ગામોએ આ પ્રયોગ અપનાવ્યો છે. આમાંના મોટાભાગના ગામોમાં સરેરાશ 100 થી 150 `દારૂ વિધવાઓ` છે એટલે કે મહિલાઓ જે તેમના પતિના દારૂના વ્યસનના કારણે વિધવા બની છે. આ અનોખી પહેલની સફળતા પાછળ મહિલાઓની મહત્વની ભૂમિકા છે. તે મહિલાઓ છે જે ગામના વ્યક્તિ વિશે માહિતી આપે છે જે નશામાં છે. માહિતી આપનારી મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે અને દંડ તરીકે વસૂલવામાં આવેલી રકમમાંથી 501 અથવા 1100 રૂપિયા માહિતી આપનારી મહિલાને ઈનામ તરીકે આપવામાં આવે છે. આવી જ રીતે તે ગામની આસપાસ રહેલા દારૂના અડ્ડા સાથે ડીલ કરે છે. જેનો પણ આ પ્રયોગ સફળ થવામાં મોટો ફાળો છે. 

 

gujarat gujarat news ahmedabad