સુરત:ડિંડોલી બ્રિજ પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત,2 બાળકો અને પિતાનું મોત

20 November, 2019 11:15 AM IST  |  Surat

સુરત:ડિંડોલી બ્રિજ પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત,2 બાળકો અને પિતાનું મોત

સુરતમાં થયો ગોજારો અકસ્માત

સુરતના હાર્દ સમા ડિંડોલી બ્રિજ પર બુધવારની વહેલી સવારે ગમખ્યાર અકસ્માત થયો હતો. જ્યા પુર ઝડપે આવતી શહેરની સિટી બસે વહેલી સવારે બે બાઇક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત 4 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને ભત્રીજાનું ઘટના સ્થલે જ મોત થયું હતું. આ અંગે નજરે જોનારા સ્થાનિકોના કહેવા પ્રમાણે સિટી બસ પુર ઝડપે આવી રહી હતી. જેને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.


હવે સ્કુલમાં આ બંને બાળકોની હાજરી હંમેશા અધુરી રહેશે
મૂળ મહારાષ્ટ્રના વતની યશવંતભાઈ પોનીકર એજન ખાતે પરિવાર સાથે રહેતા હતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે બાઈક પર દીકરા ભાવેશ, સાહિલ અને ભત્રીજા ભુપેન્દ્રને લઈને પાલિકાની સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા. દરમિયાન ડિંડોલી બ્રિજ પર પૂરપાટ જતી સિટી બસ (GJ-05-BX-3492) ની અડફેટે ચડી ગયા હતા. જેમાં પિતા યશંવતભાઈ અને દીકરા ભાવેશ અને ભત્રીજા ભુપેન્દ્રના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.


સિટી બસની ગતિ વધારે હોવાથી ગોજારો અકસ્માત સર્જાયોઃ સ્થાનિક
મળતી માહિતી અનુસાર સવારે બંને વિદ્યાર્થીઓ ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવી રહ્યા છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ડિંડોલી બ્રિજ પર બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા. જેને પગલે એક જ પરિવારના પિતા અને બે પુત્રોના મોત નીપજ્યા છે.

બાળકો પાલિકાની શાળામાં અભ્યાસ કરતા હતા
મોતને ભેટનાર ભાવેશ અને ભુપેન્દ્ર ઈશ્વરપુર નવાગામ ખાતે આવેલા 246 નંબરની પાલિકાની શાળામાં અભ્યાસ કરતા હતા. ઉપેન્દ્ર ધોરણ 6નો વિદ્યાર્થી હતો.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

એક વર્ષ પહેલાં ડિંડોલી બ્રિજ પર પાંચનાં મોત થયા હતા
મળતી માહિતી પ્રમાણે સુરતના ડિંડોલી બ્રિજમાં ગત વર્ષે અનેક અકસ્માતો થયા હતા. જેમાં કુલ 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો આ વર્ષ 3 લોકોના મોત થયા છે. જેને પગલે સ્થાનિક લોકોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

gujarat surat