અમદાવાદ : પાંજરાપોળ પાસે કાળમુખી બની BRTS બસ, બે ભાઇઓના થયા મોત

21 November, 2019 03:11 PM IST  |  Ahmedabad

અમદાવાદ : પાંજરાપોળ પાસે કાળમુખી બની BRTS બસ, બે ભાઇઓના થયા મોત

બીઆરટીએસ બસ (File Photo)

અમદાવાદની સવાર આજે ખરાબ સમાચાર લાવી છે. શહેરની જીવાદોરી સમાન એવી BRTS બસે પાંજરાપોળ વિસ્તારમાં બે ભાઇઓનો ભોગ લીધો હતો. નોકરી માટે જઇ રહેલ બે ભાઇઓને પાંજરાપોળ વિસ્તારમાં BRTS બેસે ઠોકર મારી હતી જેને પગલે બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને બસ પર પથ્થર મારો કર્યો હતો. સ્થાનિકોએ બસ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તેમનો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો. સ્થાનિકના કહેવા પ્રમાણે મૃતકોના મૃતદેહો 1 કલાક સુધી રસ્તા પર પડી રહ્યા હતા.

અકસ્માતમાં મૃત્યુ થનાર બંને ભાઇઓ નોકરી પર જઇ રહ્યા હતા
મળતી માહિતી મુજબ આ બંને ભાઇઓ IIM રોડથી પાંજરાપોળ ચાર રસ્તા તરફથી જઇ રહ્યા હતા. દરમ્યાન પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસની અડફેટે આવ્યા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટનાના સાક્ષીઓને જણાવ્યું કે, બંને ભાઈઓ IIM રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં જોબ કરતા હતા. બંને IIM સ્થિત બ્રાન્ચ તરફથી પાંજરાપોળ બાજુ ટર્ન મારી રહ્યાં હતા. તે જ સમયે યુનિવર્સિટી તરફથી પુર ઝડપે આવતી બીઆરટીએસ બસે બંને ભાઈઓના બાઈકને આગળના વ્હિલમાં કચડી નાંખ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા 25થી વધારે બીઆરટીએસને પાંજરાપોળથી નહેરૂનગરની વચ્ચે રોકીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. એક બીઆરટીએસ બસને પથ્થરમારીને નુકસાન પણ પહોચાડવામાં આવ્યું હતું.

આ પણ જુઓ : ગુજરાત પાસે આવેલા આ કેન્દ્ર શાસિત પ્રદેશોની તમારે ચોક્કસ લેવી જોઈએ મુલાકાત

BRTS ભસ ડ્રાઇવર ફરાર
ઘટના બાદ સ્થાનિકોએ બસને સળગાવવાના પ્રયાસો કર્યો હતો. પણ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો. જોકે અકસ્માત બાદ BRTS નો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. બાઈક ચાલકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ થયું હતું. સ્થાનિકોના કહેવા પ્રમાણે પાછળ બેસેલા વ્યક્તિને 20 મિનિટ સુધી 108 દ્વારા લાઈફ સેવિંગ ટ્રિટમેન્ટ કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

gujarat ahmedabad