ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, તાવના કુલ 49,414 કેસ નોંધાયા

22 August, 2019 11:45 AM IST  |  Ahmedabad

ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, તાવના કુલ 49,414 કેસ નોંધાયા

સિવીલ હોસ્પિટલ

Ahmedabad : ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી મેઘો ધોધમાર વરસ્યો હતો. જોકે અત્યારે વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે. પરંતુ હવે આ વરસાદ બાદ રાજ્યભરમાં રોગચાળો વકર્યો છે. ગુજરાતના મોટાં ભાગાગના શહેરો અને ગામોમાં તાવ-શરદી અનેઝાડા-ઉલટી સહીતના કેસો વધી રહ્યા છે. રાજ્યના મહાનગરોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. રાજ્યમાં ચોમાસા બાદ રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

રાજ્યમાં તાવના કુલ 49,414 કેસ નોંધાયા
સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં તાવના કુલ 49,414 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ દાહોજ જિલ્લામાં તાવના 3
,643 કેસ નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા ગાંધીનગરમાં 60 કેસ નોંધાયા છે. રાજ્યમાં તાવના ગંભીર રીતે શિકાર થયા હોય તેવા 754 દર્દી નોંધાયા છે. મધ્યમ પ્રકારના તાવના 48,000 થી વધુ દર્દી છે. જ્યારે 8,926 સામાન્ય તાવના કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગર રાજકોટમાં છેલ્લા એક મહિનામાં ર૧ હજાર કેસો નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં તાવના 8 હજાર કેસ, ટાઇફોડના 563 કેસ શરદી ખાસીના 15 હજાર કેસ જ્યારે ઝાડા ઉલ્ટીના બે હજાર કેસ નોંધાયો છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

વડોદરામાં ભારે વરસાદ બાદ 15 દિવસમાં 7 હજારથી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા
વડોદરામાં વરસાદ અને પૂર બાદ પાણીજન્ય રોગચાળો થતાં છેલ્લા 15 દિવસમાં 7,000થી વધુ લોકોને ઝાડા-ઉલટી તો 15 હજારથી વધુ લોકોને તાવ આવ્યો છે. સુરતમાં મેલેરિયાના
261 કેસ, ડેન્ગ્યુના 4 કેસ નોંધાયા છે. રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. તેમજ દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તથા આરોગ્ય કેન્દ્રો પર દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

gujarat ahmedabad