સુરતમાં છેલ્લા 11 મહિનામાં 29 નાં મોત

22 November, 2019 12:13 PM IST  |  Surat

સુરતમાં છેલ્લા 11 મહિનામાં 29 નાં મોત

સુરતમાં બીઆરટીએસ બસ (File Photo)

સુરતમાં સિટી બસ સેવા બ્લુ લાઇન અને રેડ લાઇન ચાલી રહી છે, બ્લુ લાઇન સિટી બસ છે જ્યારે રેડ લાઇન બીઆરટીએસ સેવા આપે છે. બસના ડ્રાઇવરો સામે અનેક વખત બેજવાબદારીપૂર્વક ઓવરસ્પીડ ચલાવવાના આરોપ લાગ્યા છે. અનેક ઘટનાઓમાં બસની ટક્કરે નાનાં બાળકોથી લઈ વૃદ્ધોનાં મોત થયાં છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ૨૯ લોકોનાં સિટી બસ અને બીઆરટીએસ બસની ટક્કરે મોત થયાં છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

ત્રણ દિવસ પહેલાં બેસ્ટ સિટી બસનો અવૉર્ડ
સુરતમાં એક તરફ સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઇવરો અકસ્માત કરી નિર્દોષનો ભોગ લઈ રહ્યા છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાને સિટી બસની કામગીરી માટે નૅશનલ અવૉર્ડ મળી રહ્યા છે. ડિંડોલી અકસ્માતના ત્રણ દિવસ પહેલાં જ સિટી બસને અવૉર્ડ મળ્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને બેસ્ટ સિટી બસ સર્વિસનો અવૉર્ડ મળ્યો હતો તો હાલમાં જ મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ ઍન્ડ અર્બન અફેર્સની બારમી અર્બન મોબિલિટી કૉન્ફરન્સમાં સુરત મહાનગરપાલિકાને બેસ્ટ સિટી બસ કૅટેગરીમાં કમન્ડેબલ ઇન્સેન્ટિવ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. જોકે હવે સવાલ એ છે કે અવૉર્ડ જીતનારી સુરત મહાનગરપાલિકા નિર્દોષોનાં મોતના આંકડા આ અવૉર્ડના પ્રેઝન્ટેશનમાં બતાવે છે કે નહીં.

gujarat surat