સુરતઃઅલ્પેશ સામે કડક હાથ લેશે સુરત પોલીસ

29 December, 2018 10:43 AM IST  | 

સુરતઃઅલ્પેશ સામે કડક હાથ લેશે સુરત પોલીસ

ફરી વિવાદમાં સપડાયા અલ્પેશ કથિરીયા (ફાઈલ ફોટો)

રાજદ્રોહના કેસમાં જામીન પર બહાર આવેલા પાટીદાર અનામત આંદોલન કમિટીના કન્વીનર અલ્પેશ કથિરિયા ફરી વિવાદમાં સપડાયા છે. અલ્પેશ કથિરીયા પર પોલીસને ધમકાવવાનો આરોપ છે. જામીન પર બહાર આવેલા અલ્પેશ કથિરિયાએ સુરતમાં નો પાર્કિંગ જેવા મુદ્દે પોલીસને ધમકી આપી હોવાનો આક્ષેપ થયો છે. જે બાદ પોલીસે અલ્પેશને જેલ હવાલે પણ કર્યા હતા. જો કે આ કિસ્સા બાદ સુરત પોલીસ અને અલ્પેશ કથિરીયા સામ સામે આવી ગયા છે.

આ મામલે સુરત પોલીસ કમિશનર સતીષ વર્માએ અલ્પેશ સામે આકરી કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે. પત્રકાર પરિષદમાં સતીષ વર્માએ કહ્યું, ' જનતાએ નક્કી કરવાનું છે કે પોલીસને બેફામ મા-બહેનની ગાળો આપનાર ટપોરીઓનો સાથ આપવો છે કે કાયદાનું રક્ષણ કરતાં પોલીસનો. અલ્પેશ અને તેની ટીમ દ્વારા પોલીસને ઉશ્કેરવાના તમામ પ્રયાસો કરાયા છે, પરંતુ અમે કાયદામાં રહીને કામગીરી કરી છે, જ્યારે અલ્પેશ ખુદ રાજદ્રોહના કેસમાં જામીન પર છે, અલ્પેશને જામીન શરતોને આધિન અપાયા છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જેલ બહાર આવી તે કોઇપણ કાયદાનું ભંગ નહીં કરે. આથી સુરત પોલીસે અલ્પેશના રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.'

આ પણ વાંચોઃ પોલીસને અપશબ્દો બોલવા બદલ પાસ કન્વિનર કથીરિયાની અટકાયત બાદ જામીન

ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ હવે અલ્પેશ કથિરીયાના જામીન રદ થાય તે માટે કાર્યવાહી કરશે.

gujarat surat news