ગેસ્ટ-પાર્કિંગ અપાર્ટમેન્ટની બહાર કરાવવું ગેરકાયદે

24 March, 2019 08:39 AM IST  |  સુરત | રશ્મિન શાહ

ગેસ્ટ-પાર્કિંગ અપાર્ટમેન્ટની બહાર કરાવવું ગેરકાયદે

મોટા ભાગની સોસાયટીઓની બહાર ર્બોડ માર્યું હોય છે કે ગેસ્ટે પાર્કિંગ બહાર કરવાનું રહેશે, પણ આ નિયમ હવે સુરતમાં લાગુ નહીં પડે. સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું હતું કે ‘દેશના એક પણ કાયદામાં કે ગવર્નમેન્ટ રેઝોલ્યુશનમાં એવું કહેવામાં નથી આવ્યું કે ગેસ્ટ સોસાયટીમાં પાર્કિંગ નહીં કરી શકે. આ રીતે પાર્કિંગ કરાવવું ગેરકાયદે છે એટલે આવો આગ્રહ રાખનારી સોસાયટીઓ સામે કાયદેસરનાં પગલાં લઈ શકાય છે.’

સુરત શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસે ગઈ કાલથી આદેશ જાહેર કર્યો છે કે સોસાયટી અને અપાર્ટમેન્ટ કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ એના બિલ્ડિંગની બહાર લખી શકશે નહીં કે ગેસ્ટ-પાર્કિંગ બહાર છે અને કોઈ સિક્યૉરિટી ગેસ્ટને પાર્કિંગ કરતાં અટકાવી પણ નહીં શકે. સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું હતું કે ‘આજે મોટા ભાગના અપાર્ટમેન્ટની બહાર ‘પાર્કિંગ ફક્ત સોસાયટીના સભ્યો માટે જ છે’ એ સંદર્ભનું પાટિયું લગાવ્યું છે જેને લીધે ગેસ્ટ બહાર પાર્કિંગ કરે છે અને લોકોને એનાથી અડચણ થાય છે.આ રીતે અડચણ ઊભી કરવી એ ટ્રાફિકના નિયમ અનુસાર ગુનો છે, પણ આ ગુનામાં આડકતરી રીતે સોસાયટીના હોદ્દેદારો જોડાય છે એટલે જ્યાં પણ ના પાડવામાં આવશે કે ‘પાર્કિંગ બહાર કરવું’ એ સંદર્ભનું ર્બોડ લગાવેલું હશે એ તમામ સામે પગલાં લેવામાં આવશે.’

આ પણ વાંચોઃ સુરતમાં પણ હવે ખોડલધામ નિર્માણ કરાશે : નરેશ પટેલ

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ સુરતમાં દિવસ દરમ્યાન ચાલીસ હજારથી વધારે વાહનો સોસાયટી આ પ્રકારે પાર્કિંગ નથી આપતી એને લીધે રસ્તા પર પાર્ક થયેલાં હોય છે.

gujarat surat news