પાન-માવો ખાવા પર મળ્યો 100rs નો મેમો, ફોટો થયો વાયરલ

25 April, 2019 04:49 PM IST  |  સુરત

પાન-માવો ખાવા પર મળ્યો 100rs નો મેમો, ફોટો થયો વાયરલ

રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ તો વર્ષોથી લાગ્યો છે. જો કે તેમ છતાંય ગલીએ ગલીએ ગુટખા, પાન મસાલાનું વેચાણ બેરોકટોક ચાલુ છે. જેમ રાજ્યમાં દારૂ મળી રહે છે તેમ ગુટખા પણ ઠેક ઠેકાણે મળી રહે છે. ગુજરાત સરકારે પાન મસાલા પર પ્રતિબંધ મૂકીને તેના માટે દંડની પણ જોગવાઈ કરી છે. જો કે આ નિયમ કેટલો અસરકાર છે તે સૌ જાણે જ છે.

જો કે હાલ રાજ્યમાં પાન મસાલા કે ગુટખા ખાવા પર દંડ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ છે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો એક ફોટો. તાજદેતરમાં જ સોશિયલ મીડિયા પર એક મેમો વાઈરલ થયો છે. આ મેમોના ફોટાની સાથે દાવો કરાયો છે કે રાજ્યમાં પાન મસાલા કે ગુટખા ખાવા બદલ 100 રૂપિયાનો દંડ ફટકરાઈ રહ્યો છે.

વાઈરલ થયેલા મેમોના ફોટોમાં રાજ્ય સરકાર ગુજરાત લખેલું છે. અને એડ્રેસમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ કચેરી, ગાંધીનગરનો ઉલ્લેખ છે. આ મેમોમાં અસલ પહોંચ એવો પણ લખવામાં આવ્યું છે. વાઈરલ ફોટો પ્રમાણે આ મેમો 14 એપ્રિલે કામરેજ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ઈસ્યુ કરાયેલો છે. જે મુજબ રવજીભાઈ કાનજીભાઈ નામના વ્યક્તિને પાન મસાલા ખાવા બદલ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ CM રૂપાણીના કારના કાફલાને નડ્યો અકસ્માત, Dysp સહિત 4 લોકો ઇજાગ્રસ્ત

મેમોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 અંતર્ગત દંડ લેવાયો હોવાનો પણ ઉલ્લેખ છે. જ્યારે નોંધમાં લખાયું છે કે જાહેરમાં માવો ખાવા બદલ. જો કે આખાય પત્રમાં ક્યાંય પોલીસ કે રાજ્ય સરકારનો સિક્કો મારેલો નથી. આ ફોટો કેટલો સાચો છે, તે એક સવાલ છે. જો કે મેમોનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

ફોટાની સત્યતા અંગે તો તપાસ કરવી જ ઘટે. પરંતુ જો આ ઘટનાનો અમલ થવા મંડે તો રાજ્યમાં વ્યસનનું પ્રમાણ જરૂર ઘટાડી શકાય.

surat news gujarat Crime News