Surat Fire:ઉંઘમાંથી જાગ્યુ તંત્ર, આખા રાજ્યમાં 9,962 મિલકતની તપાસ

26 May, 2019 05:36 PM IST  |  ગાંધીનગર

Surat Fire:ઉંઘમાંથી જાગ્યુ તંત્ર, આખા રાજ્યમાં 9,962 મિલકતની તપાસ

રાજ્યભરમાં ચાલી રહી છે તપાસ

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે 21 માસૂમોનો ભોગ લીધો અને આખું રાજ્ય કંપી ઉઠ્યુ છે. તંત્ર પણ જાણે ઉંઘમાંથી સફાળું જાગ્યું છે. રાજ્યમાં એક બાદ એક સતત પગલાં લેવાઈ રહ્યા છે. આગ લાગ્યા બાદ રાજ્યમાં તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરી દેવાનો આદેશ અપાયો, તો બીજા દિવસે રાજ્યમાં ઠેર ઠેર ફાયરસેફ્ટીના સાધનોની ચકાસણી થઈ. આ સાથે જ રાજ્યમાં કુલ 1,962 જેટલી મિલકતોની ચકાસણી કરવામાં આવી છે.

રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘે રાજ્યમાં 9,962 મિલકતોની તપાસ કરી હોવાની માહિતી આપી હતી. જે. એન. સિંઘે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્ય સરકારે અત્યાર સુધી લીધેલા પગલાની માહિતી આપી. જે. એન. સિંઘેકહ્યું હતું કે રાજ્યભરમાં 2,000 અધિકારીઓની ટીમ કામે લાગી છે અને અત્યારસુધીમાં 9,962 મિલકતોની તપાસ કરવામાં આવી છે.

રાઉન્ડ ધી ક્લોક ચાલી રહી છે તપાસ

જે. એન. સિંઘે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં હાલ 713 ટીમો ચકાસણી કરી રહી છે. ફક્ત સુરતમાં જ 320 અધિકારીઓ કામે લાગ્યા છે અને જ્યાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જણાય ત્યાં સીલ મારવામાં આવી રહ્યાં છે. એકલા સુરત શહેરમાં 1,524 ક્લાસીસની ચકાસણી કરવામાં આવી છે. સુરત શહેર સહિત રાજ્યમાં 5400 બિલ્ડિંગને નોટિસ ફટાકરવામાં આપી છે. આ સાથે જ જે. એન. સિંઘે રાજ્યમાં જે મિલકતો પાસે ફાયર એનઓસી નહીં હોય તેને આગામી 3 દિવસમાં સીલ કરવામાં આવશે. અને જો યોગ્ય કામગીરી નહીં થાય તો કાયમી માટે સીલ કરવાની જાહેરાત પણ કરી છે.

આ પણ વાંચોઃ સુરત આગઃ વિદ્યાર્થિનીએ કહ્યું,'પપ્પા હું કુદી જાઉ છું' અને....

પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે કહ્યું, “ટેરેસ પર ચાલતા, ક્લાસ, ડોન, સહિતના તમામ દબાણોને સીલ કરીને બંધ કરાયા છે. સુરતમાં 80 ટીમ અને 320 અધિકારીઓ કામ કરી રહ્યાં છે. 1123 ક્લાસિસ કે સંસ્થાઓને સુરતમાં ફાયર એનઓસી નહોતા તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. ”

gujarat news surat