મોદી આ પેઇન્ટિંગ તેમના બેડરૂમમાં રાખશે

12 January, 2019 10:31 AM IST  |  સુરત | Rashmin Shah

મોદી આ પેઇન્ટિંગ તેમના બેડરૂમમાં રાખશે

દિવ્યાંગ આર્ટિસ્ટનું પેઈન્ટિંગ

સુરતના જયરાજનગર વિસ્તારમાં રહેતા અને જન્મથી જ બે હાથ નહીં ધરાવતા બત્રીસ વર્ષના મનોજ ભિંગારે નામના યુવકે હાથ નહીં હોવાની લાચારીને જરા પણ ગણકાર્યા વિના મોઢામાં બ્રશ રાખીને બનાવેલા નરેન્દ્ર મોદી અને તેમનાં માતુશ્રી હીરાબાના પેઇન્ટિંગને જોઈને નરેન્દ્ર મોદી ખુશ થઈ ગયા હતા.

લગભગ વીસેક દિવસની મહેનત પછી તૈયાર થયેલા આ પેઇન્ટિંગ માટે મનોજે કોઈની પણ હેલ્પ લીધી નહોતી. ડ્રૉઇંગથી માંડીને કલર અને શેડ્સ બધું તેણે એકલાએ જ તૈયાર કર્યું હતું. તૈયાર થયેલું આ પેઇન્ટિંગ દક્ષિણ ગુજરાતના ગ્થ્ભ્ના સંસદસભ્યોએ જોયું અને એ પછી તેમણે મનોજ આ પેઇન્ટિંગ મોદીને ગિફ્ટ આપી શકે એ માટે વડા પ્રધાનની અપૉઇન્ટમેન્ટ પણ લીધી. બુધવારે નરેન્દ્ર મોદીને આ પેઇન્ટિંગ ગિફ્ટ કર્યું અને એ પછી બે દિવસ દિલ્હીમાં ફરીને તે ગઈ કાલે પાછો સુરત આવ્યો.

આ પણ વાંચોઃ સુરતમાં ત્રણ વર્ષની બાળકીને નરાધમોએ પીંખી નાંખી

નરેન્દ્ર મોદીને આ પેઇન્ટિંગ એટલું ગમ્યું કે તેમણે આ પેઇન્ટિંગ પોતાના બેડરૂમમાં રાખવાનું નક્કી કર્યું અને સવારે ઊઠતાંવેંત તેમને માતુશ્રી સાથેનું આ પેઇન્ટિંગ દેખાય એ રીતે પોતાના બેડની એક્ઝૅક્ટ સામે રાખવાનું પણ તાત્કાલિક હાજર રહેલા વડા પ્રધાનના બંગલોના અધિકારીઓને સૌની હાજરીમાં જ કહી દીધું હતું.

 

narendra modi gujarat news