સુરતમાં ત્રણ વર્ષની બાળકીને નરાધમોએ પીંખી નાંખી

Published: 11th January, 2019 16:16 IST

19 વર્ષના યુવાનના ઘરે અન્ય કોઈ છોકરો બાળકીને ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો.

ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ
ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ

સુરત- હજીરા વિસ્તારમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માસૂમ બાળકીને પીંખી નાંખતા લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગુરુવાર બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બાળકી ગુમ થઈ હતી ત્યારે શોધખોળ કરતાં સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ 19 વર્ષના યુવાનના ઘરે અન્ય કોઈ છોકરો બાળકીને ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો.

તપાસ કરતી પોલીસ, investigation is on by police

સુરત પોલીસ

આરએમઓ મંડળે જણાવ્યા મુજબ ત્રણ વર્ષની બાળકીની નવી સિવિલ હોસ્પિટલમાં તપાસ શરૂ કરાઈ ત્યારે બાળકીને પેટમાં દુઃખતું હોવાથી પેટ દબાવીને જોતાં તે મોટેથી રડવા લાગી હતી. તેમજ મોડી રાત સુધી બાળકીની સર્જરી ચાલી હતી.

તપાસમાં લાગેલી સુરત પોલીસ, police investing the crime in surat

તપાસમાં લાગેલી સુરત પોલીસ 

ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું તેના કારણે બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હોવાથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેમજ બાળકીના શરીર પર વીર્યના ડાધા પણ જોવા મળ્યા હતા. બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની પુષ્ટિ થતાં પોલીસે પાડોશમાં રહેતા યુવકની પૂછપરછ પણ કરી હતી. જે રીતે તેણે પોલીસ સાથે વાત કરી હતી તેને લઈને પોલીસે શંકાના આધારે મોડી રાતે પાંચ સગીરોની ધરપકડ કરી છે. તેમજ રાતે જ પાંચેય શંકાસ્પદ સગીરોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : સુરતમાં સગીરા સાથે કૌટુંબિક ભાઈએ આચર્યું દુષ્કર્મ, નોંધાઈ પોલીસ ફરિયાદ

સૂત્રોના જણાવ્યા અનુસાર, મકાન માલિક નીમીત પટેલે કહ્યું કે, બાળકીની માતાનો કોલ તેમને આવ્યો હતો, જેથી તેઓ ઘરેથી ગયા હતા. તેમજ બાળકી લોહીલુહાણ હાલતમાં હોવાથી તરત 108ને કોલ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. ચાલીમાં રહેતા રૂમ નં.1માં યુવકે તેમને વાત કરી હતી કે 10થી 12 વર્ષનો છોકરો બાળકીને ઉંચકીને લોહીલુહાણ હાલતમાં લઈને આવ્યો હતો. તેમજ તે યુવકે લાલ કલરનો શર્ટ અને ચડ્ડો પહેર્યો હતો. તેમજ જ્યારે યુવકે તે છોકરાને પૂછ્યુ હતું કે છોકરી ક્યાંથી મળી હતી ત્યારે છોકરાએ કહ્યું હતું કે ઝાડીઓમાંથી મળી આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK