યુપીથી સુરત ચેઇન-સ્નૅચિંગ કરવા આવતા ગુનેગારની ધરપકડ

21 October, 2019 08:03 AM IST  |  સુરત

યુપીથી સુરત ચેઇન-સ્નૅચિંગ કરવા આવતા ગુનેગારની ધરપકડ

ચેઈન સ્નેચિંગનો આરોપી

યુપીથી સુરત ચેઇન-સ્નૅચિંગ કરવા આવતા રીઢા ગુનેગારની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ વસીમ ખાનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં જાણવા મળ્યું હતું કે, કાપડના ધંધામાં નુકસાન થયા બાદ આરોપી યુ-ટ્યુબ પર ચેઇન-સ્નૅચિંગના વીડિયો જોઈને ઘટનાને અંજામ આપતો હતો.

આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાળા કલરની પલ્સર બાઈક પર ચેઇન-સ્નૅચિંગની ઘટનાઓ બનતી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. દરમ્યાન મળેલી બાતમી આધારે મહિધરપુરા મોતી ટૉકિઝ ત્રણ રસ્તા પાસેથી મોહમ્મદ વસીમ મોહમ્મદ શફીક ખાન(ઉ.વ.૩૪, રહે. કર્નલગંજ, કાનપુર, યુપી.)ને ૩ સોનાની ચેઇન, કિંમત ૧.૩૬ લાખ અને પલ્સર બાઈક કિંમત ૬૦ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. સોનાની ચેઇન અંગે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ચોકબજાર, અડાજણ સહિતના વિસ્તારમાં ૧૨ જેટલા ચેઇન-સ્નૅચિંગ કર્યા હતા. જ્યારે વડોદરામાં ૫ અને કાનપુરમાં ૩૫ ગુનાને અંજામ આપ્યો હતો.

gujarat surat