મૉલ-મલ્ટિપ્લેક્સમાં પહેલા એક કલાક આપવું પડશે ફ્રી પાર્કિંગઃ SC

16 October, 2019 01:00 PM IST  |  નવી દિલ્હી

મૉલ-મલ્ટિપ્લેક્સમાં પહેલા એક કલાક આપવું પડશે ફ્રી પાર્કિંગઃ SC

તસવીર સૌજન્યઃ ટ્વિટર

મૉલ અને મલ્ટિપ્લેક્સમાં પહેલા એક કલાક માટે ફ્રી પાર્કિંગ આપવું પડશે. જે બાદ સંચાલકો પાર્કિંગનો ચાર્જ વસૂલ શકશે. એક કલાકના ફ્રી પાર્કિંગ બાદ ટુ વ્હીલરના 10 રૂપિયા અને ફોર વ્હીલરના 30 રૂપિયા ચાર્જ લઈ શકાશે. પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકાય તેવા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે સુરતના રાહુલરાજ મૉલ કો.ઓ.સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ વચગાળાનો આદેશ આપ્યો છે.

તમામ મૉલ-મલ્ટીપ્લેક્સને હુકમ પડશે લાગૂ
સુપ્રીમ કોર્ટમનો આ હુકમ તમામ મૉલ અને મલ્ટીપ્લેક્સને લાગૂ પડશે. સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ટુ વ્હીલર માટે 10 રૂપિયા અને ફોર વ્હીલર માટે 30 રૂપિયાથી વધારે ચાર્જ નહીં વસૂલી શકાય. સાથે સુપ્રીમ કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે પાર્કિંગ સાવ ફ્રી ન હોય શકે. સાથે એવું પણ કહ્યું કે જે લોકો મૉલમાંથી શોપિંગ કરે કે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા આવે તેના માટે ફ્રી પાર્કિંગ રાખઈ શકાય. અરજી કરવામાં આવી હતી કે આ સમસ્યા દેશ વ્યપારી છે. હાઇકોર્ટને કાયદામાં પાર્કિંગની જોગવાઇ આગળ ફ્રી શબ્દ ઉમેરવાની સત્તા નથી, કારણ કે, કાયદામાં મફત પાર્કિંગની જોગવાઇ નથી. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી અરજદાર સહિત અનેક મોલ માલિકો અને મલ્ટિપ્લેક્સ થિયેટર સંચાલકો અસર પામ્યા છે અને પ્રભાવિત છે, ત્યારે આ મહત્વના મુદ્દે સુપ્રીમ કોર્ટે યોગ્ય દરમિયાનગીરી કરવી જોઇએ અને યોગ્ય રાહત આપવી જોઇએ.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

રાજ્ય સરકારે માંગ્યો સમય
આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવા માટે રાજ્ય સરકારે સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે મૉલની આસપાસની સોસાયટીમાં રહેતા લોકોને પણ પાર્કિંગની સમસ્યા હોય છે. તો આ તમામ સમસ્યાના સમાધાન માટે સૂચનો રજૂ કરવા માટે નિર્દેશો કરવામાં આવ્યા છે.

gujarat ahmedabad supreme court