મૉલ, મલ્ટીપ્લેક્સમાં ફ્રી પાર્કિંગ મામલે સુપ્રીમ કોર્ટની સરકારને નોટિસ

29 August, 2019 10:08 AM IST  |  અમદાવાદ

મૉલ, મલ્ટીપ્લેક્સમાં ફ્રી પાર્કિંગ મામલે સુપ્રીમ કોર્ટની સરકારને નોટિસ

પ્રતિકાત્મક તસવીર

મૉલ અને મલ્ટીપ્લેક્સમાં ફ્રી પાર્કિંગનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સલુધી પહોંચ્યો છે. કોર્ટે સુરતના એક મૉલે કરેલી અરજી બાદ ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. સુરતના મૉલે કરેલી અરજીમાં ગુજરાત હાઈકોર્ટના એ નિર્ણયને પડકારવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે મૉલ અને મલ્ટીપ્લેક્સમાં ફ્રી પાર્કિંગની સુવિધા હોવી જોઈએ.

સુરતના રાહુલરાજ મૉલ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટી લિમિટેડે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. જે સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે અને ગુજરાત સરકાર પાસેથી 15 ઑક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો છે. જસ્ટિસ દીપક ગુપ્તાએ કહ્યું કે મૉલ અને કોમર્શિયલ કોમ્પલેક્સમાં ફ્રી પાર્કિંગ આપવું શક્ય નથી.

ગુજરાત હાઈકોર્ટે 10 જુલાઈએ ચુકાદો આપ્યો હતો કે ગુજરાતના કાયદા ખાનગી મૉલ, મલ્ટીપ્લેક્સ અને કોમર્શિયલ કોમ્પલેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની છૂટ નથી આપતા. કોર્ટે એવું પણ કહ્યું હતું કે મુલાકાતીઓને પહેલા એક કલાક માટે ફ્રી પાર્કિંગ આપવું જોઈએ અને બાદમાં તેમના પર નજીવો ચાર્જ રાખવો જોઈએ.

આ પણ જુઓઃ એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

અરજીકર્તા સુરત મનપાને પે એન્ડ પાર્ક સુવિધા માટે દર વર્ષે સાડા ચાર લાખ વધારાના ચુકવે છે. તેમણે એવી પણ દલીલ કરી કે ફ્રી પાર્કિંગની પોલિસીનો જેઓ મૉલની મુલાકાતે નથી આવતા તેવા લોકો ગેરલાભ ઉઠાવી શકે છે. આ મામલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.

supreme court ahmedabad