SRMD ગ્લોબલ યુથ ફેસ્ટિવલ: ૫૦થી વધુ અવનવી ઇવેન્ટ્સમાં હાજરી આપવા ધરમપુર આવશે ૧૫ દેશોના યુવાનો

24 November, 2022 12:12 AM IST  |  Dharampur | Gujarati Mid-day Online Correspondent

આ ઉત્સવ યુવાનોને આંતરિક વિકાસ તેમ જ ગતિશીલ ક્રિયા તરફ પ્રેરિત કરવા માટે રચાયેલ છે

તસવીર સૌજન્ય: પીઆર

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) દ્વારા ગ્લોબલ યુથ ફેસ્ટિવલનું આયૂજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિ છે. વર્ષ 2021માં વર્ચ્યુઅલ ફેસ્ટિવલ બાદ હવે ગુજરાતમાં SRMDના આંતરરાષ્ટ્રીય હેડક્વાર્ટર ખાતે 24-27 ડિસેમ્બર દરમિયાન આ ફેસ્ટિવલ થશે, જ્યાં 15થી વધુ દેશોના હજારો યુવાનોનું સ્વાગત કરાશે.

આ ઉત્સવ યુવાનોને આંતરિક વિકાસ તેમ જ ગતિશીલ ક્રિયા તરફ પ્રેરિત કરવા માટે રચાયેલ છે. ફેસ્ટિવલની શરૂઆત આધ્યાત્મિક સ્વપ્નદ્રષ્ટા અને વૈશ્વિક માનવતાવાદી રાકેશજીના મુખ્ય સંબોધન સાથે થશે, જેમાં વ્યવહારુ સૂઝ, તીક્ષ્ણ બુદ્ધિ અને ગહન પ્રેરણાનો સમન્વય થશે.

SRMD ગ્લોબલ યુથ ફેસ્ટિવલને અલગ બનાવનાર હાઇલાઇટ્સમાંનું એક તેનું આકર્ષક સ્થાન પણ છે. 223 એકરમાં વિસ્તરેલી, આ જગ્યા એક આધ્યાત્મિક અભયારણ્ય અને ઉચ્ચ જીવનની શોધ માટે સમર્પિત પ્રવૃત્તિના જીવંત કેન્દ્ર તરીકે સેવા આપે છે.

આ ફેસ્ટિવલે બે અત્યંત નવીન ઉપક્રમો પણ છે. સૌપ્રથમ હેક્સ ફોર હ્યુમેનિટી ઇવેન્ટ જે વિશ્વભરના યુવાનોને એક ટીમ બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. બીજી હાયર ફ્રિકવન્સી, એક સ્વર અને વાદ્ય સ્પર્ધા જે યુવા કલાકારોને તેમની પોતાની રચના બનાવવા માટે તક આપશે, જેને સંગીત જગતની જાણીતી સચિન-જીગરની જોડી જજ કરશે.

ફેસ્ટિવલની ટેગલાઇન છે – ‘મીટ ધ રિયલ યુ’. ફેસ્ટિવલમાં વિઝડમ માસ્ટરક્લાસ, ધ આર્ટ ઑફ કિન્તસુગુ, સોશિયલ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ, એક્સ્પિરિયન્સ વર્કશોપ, યુથ ઓલમ્પિક્સ, ધ હાયર ફ્રિકવન્સી, અને હેક ઑફ હ્યુમેનિટી વગેરે જેવી ૫૦ ઇવેન્ટ્સ યોજાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં PM મોદીએ કૉંગ્રેસ પર સાધ્યું નિશાન, લગાવ્યા આ આરોપો

gujarat gujarat news