દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ, નવસારી, વલસાડ, સુરત પાણીમાં

04 August, 2019 02:39 PM IST  |  સુરત

દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ, નવસારી, વલસાડ, સુરત પાણીમાં

તાપી પાણીમાં ગરકાવ

વડોદરા અને આણંદ બાદ હવે મેઘરાજાના નિશાને દક્ષિણ ગુજરાત છે. આ વખતે ચોમાસાની શરૂઆતથી જ દક્ષિણ ગુજરાત જળતરબોળ છે. ત્યારે શનિવારથી ફરી એકવાર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદને કારણએ નવસારી, સુરત અને વલસાડના સંખ્યાબંધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ભારે વરસાદને કારણે આ જિલ્લાઓમાં નદીઓમાં ધસમસતા પાણી વહી રહ્યા છે.

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે નવસારીની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાંથી પસાર થતી કાવેરી અને અંબિકા નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. ચીખલીની કાવેરી નદીમાં આવેલ પૂરના પાણી રિવરફ્રન્ટ ઉપર ફરી વળ્યા છે. જેને પગલે રિવરફ્રન્ટને સામાન્ય લોકો માટે બંધ કરવાની ફરજ પડી છે. સાવચેતીના ભાગ રૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરીને લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરી છે. પરંતુ જો ઉપરવાસમાં સતત વરસાદ વરશસે તો પરિસ્થિતિ વધુ ગંભીર થતી જશે. ત્યારે પોલીસનો સ્ટાફ પણ તમામ જગ્યાએ ખડકી દઈ લોકોને પાણીની નજીક જતા રોકવામાં આવી રહ્યા છે

છેલ્લા રાજ્યના 188 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. જો કે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં છે. ઉમરપાડામાં 16.5 ઈંચ નોંધાયો છે. ખંભાતમાં 15 ઈંચ, ઓલપાડમાં 13 ઈંચ વરસાદ, વઘઇમાં 12 ઈંચ, માંગરોળમાં 11 ઈંચ તેમજ વાંસદા, વાપી અને કપરાડામાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ જુઓઃ દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ, નવસારી, વલસાડ, સુરત પાણીમાં

સુરતમાં પણ વરસાદને કારણે પરિસ્થિતિ કપરી બની રહી છે. સુરતના ઓલપાડમાં છેલ્લા 2 દિવસમાં 16 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જેને કારણએ રસ્તાઓ પર પાણી ભરાયા છે. કઠોદરા ગામથી કોસંબા વચ્ચેના લો-લેવલ બ્રિજ પર કિમ નદીના પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી જતા કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું છે. ભારે વરસાદને પગલે લોકોનુ સ્થળાંતર પણ કરાઈ રહ્યું છે.

gujarat Gujarat Rains surat navsari