સરદાર સરોવરે પહેલી વાર પાર કરી 132 મીટરની સપાટી

14 August, 2019 10:28 AM IST  |  નર્મદા

સરદાર સરોવરે પહેલી વાર પાર કરી 132 મીટરની સપાટી

સરદાર સરોવરે પહેલી વાર પાર કરી 132 મીટરની સપાટી

રાજ્ય અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની સપાટી 132. 02 મીટર પર પહોંચી છે. જેના કારણે રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી 59, 935 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમના સાત દરવાજા ખુલ્લા હોવાથી 1, 17, 519 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

સતત પાણીની આવકના કારણે ડેમમાં રિવર બેડ પાવર હાઉસના 1200 મેગાવોટના તમામ યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ડેમમાં દરવાજા મુક્યા બાદ પહેલી વાર ડેમ ટોચની સપાટી પર પહોંચ્યો છે. તો જેમના દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.

આ પણ જુઓઃ Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે ?

રાજ્યમાં સતત એક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે તમામ જળાશયોમાં નવા નીર આવ્યા છે. અને હજુ પણ મેઘરાજા ગુજરાત પર મહેરબાન થવાની તૈયારીમાં છે. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે પાણીની આવક થતા જળાશયો ભરાયા છે અને પાણીની ચિંતા હળવી થઈ શકે છે.

gujarat ahmedabad Gujarat Rains