સરદાર સરોવર ડેમ પાસે 3ના રિક્ટર સ્કેલનો ભૂકંપ, મોડી રાત્રે આવ્યો આંચકો

18 July, 2019 10:27 AM IST  |  નર્મદા

સરદાર સરોવર ડેમ પાસે 3ના રિક્ટર સ્કેલનો ભૂકંપ, મોડી રાત્રે આવ્યો આંચકો

રાજ્યના જીવાદોરી ગણાત નર્મદાના સરદાર સરોવર ડેમ પાસે ભૂકંપનો આંચકો નોંધાયો છે. સરદાર સરોવર ડેમ નજીક અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3ની નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે સવા બે વાગ્યાની આસપાસ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે ભૂકંપના આંચકાને કારણે કોઈ નુક્સાનના સમાચાર મળ્યા નથી.

મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ ડેમથી 53 કિલોમીટર દૂર હતુ. ડેમ પાસે આવેલા ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. સારી વાત એ છે, મોડી રાત્રે ભૂકંપ આવ્યો હોવાના કારણે અહીં પ્રવાસીઓ પણ નહોતા. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ખાલી હતુ.

ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમ 8.5 તીવ્રતાનો ભૂકંપ સુધી ખમી શકે છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ 6.5ની તીવ્રતાનો ભૂકંપ ખમી શકે તેવી ટેક્નોલજોથી તેયાર કરાયું છે, તેમજ 180 કિમી ઝડપે ફૂંકાતા વાવાઝોડાને પણ ખમી શકે તેવી સલામત બનાવાયું છે.

આ પણ વાંચોઃ Rajesh Khanna:જુઓ બોલીવુડના પહેલા સુપરસ્ટારના અનસીન-રૅર ફોટોઝ

નોંધનીય છે કે છેલ્લલે ઓગસ્ટ મહિનામાં પણ ડેમ સાઈટ નડી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે પણ સામાન્ય ભૂકંપને કારણે કોઈ નુક્સાન નહોતું થયું. ઓગસ્ટમાં આવેલા 3.5 તીવ્રતાના ભૂંકપ જમીનમાં 9.8 કિલોમીટર નીચેહતો જેનાથી સામાન્ય હલનચલનનો અહેસાસ થયો હતો.

gujarat news earthquake