સારંગપુરમાં હનુમાનજી દાદાને 450 કિલો ચૉકલેટનો અન્નકૂટ ધરાવાયો

18 August, 2019 07:28 AM IST  |  બોટાદ | શૈલેષ નાયક

સારંગપુરમાં હનુમાનજી દાદાને 450 કિલો ચૉકલેટનો અન્નકૂટ ધરાવાયો

હનુમાનજી દાદાના કરો દર્શન

વિશ્વપ્રસિધદ્ધ યાત્રાધામ સારંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રી હનુમાનજી દાદાને ગઈ કાલે દેશ-વિદેશથી આવેલી અંદાજે ૪૫૦ કિલો ચૉકલેટનો અનોખો ચૉકલેટ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. એનાં દર્શન માટે હરિભક્તો ઊમટી આવ્યા હતા. વિવિધ પ્રકારની ચૉકલેટોનો અન્નકૂટ ધરાવાતાં ભાવિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના દીપક પાટીદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિરમાં અંદાજે ૪૫૦ કિલો જેટલી વિવિધ પ્રકારની ચૉકલેટ અન્નકૂટ ધરાવ્યો હતો, જેમાં ગુજરાત ઉપરાંત મુંબઈ સહિત દેશનાં ઘણાં બધાં શહેરો ઉપરાંત દુબઈ, લંડન અને ન્યુ યૉર્કથી પણ હરિભક્તોએ ચૉકલેટ મોકલાવી હતી. આ અન્નકૂટમાં અડધા ઉપરાંતની ચૉકલેટ વિદેશથી હરિભક્તોએ મોકલાવી હતી.’

આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

ચૉકલેટ અન્નકૂટ ઉપરાંત ચૉકલેટથી સુશોભન કરવામાં આવ્યું હતું. બપોરે અન્નકૂટની આરતી હરિપ્રકાસદાસજીસ્વામીએ કરી હતી.મહંત પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજીની પ્રેરણાથી અને સ્વામી વિવેકસાગરદાસજીના માર્ગદર્શન હેઠળ ચૉકલેટ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.

gujarat news