✕

સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં શ્રદ્ધા અને આસ્થા સાથે ઊજવાયો પાટોત્સવ

31 October, 2026 07:35 AM IST  |  Sarangpur | Gujarati Mid-day Correspondent

મારુતિયજ્ઞ અને અભિષેક સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા : દેશવિદેશથી ધાર્મિકજનો હનુમાનદાદાનાં દર્શન કરવા ઊમટ્યા મંદિરે

હનુમાનજી મંદિરમાં શ્રદ્ધા અને આસ્થા સાથે ઊજવાયો પાટોત્સવ

ગુજરાતના વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગઈ કાલે ૧૭૮મો વાર્ષિક પાટોત્સવ શ્રદ્ધા અને આસ્થા સાથે હર્ષોલ્લાસથી સંપન્ન થયો હતો. સવારે ૫.૩૦ વાગ્યે મંગળા આરતી અને ૭ વાગ્યે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. ત્યાર બાદ આચાર્ય રાકેશપ્રસાદદાસ મહારાજ સહિત સંતો દ્વારા હનુમાનદાદાનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો. મંદિરના પરિસરમાં યોજાયેલા મારુતિયજ્ઞમાં બપોરે ૧૨ વાગ્યે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. પાટોત્સવ પ્રસંગે હનુમાનજીદાદાને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. આ ઉપરાંત મંદિરના પરિસરમાં ચાલી રહેલી શ્રી હનુમાન ચરિત્ર કથાની પૂર્ણાહુતિ થઈ હતી. પાટોત્સવમાં ભાગ લેવા માટે દેશવિદેશમાંથી અગણિત શ્રદ્ધાળુઓ મંદિરમાં આવ્યા હતા. 

hinduism gujarat news ahmedabad gujarat culture news sarangpur