10 હજારમાં મળતા એસીનું આ છે સત્ય, ખુદ કંપનીએ કર્યો ખુલાસો

26 June, 2019 01:25 PM IST  |  અમદાવાદ

10 હજારમાં મળતા એસીનું આ છે સત્ય, ખુદ કંપનીએ કર્યો ખુલાસો

તાજેતરમાં જ એવા સમાચાર આવ્યા હતા કે એલઈડી બલ્બ અને પંખા બાદ હવે કેન્દ્ર સરકાર સસ્તા એસી વેચવા જઈ રહી છે. જો કે આ સમાચાર આવ્યા ત્યારે આ એસી મળવાની ડેડલાઈન આગામી વર્ષની ગણાવાઈ હતી. હજી આ મામલે સરકારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. પરંતુ કેટલાક દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઈરલ થયો હતો જેમાં સરકાર તરફથી 1.5 ટનના એસી સસ્તા ભાવે મળતા હોવાની વાત હતી.

PGVCL પાસે મગાયો હતો ખુલાસો

આ મેસેજ વાઈરલ થયા બાદ ખુદ સરકારે પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પાસે ખુલાસો માગ્યો હતો. સોશિયલ મીડિયામાં ચાલતી અફવા પ્રમાણે 1.5 ટનનું એસી માત્ર 10 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જો કે હવે આ મામલે ખુદ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પોતે જ આ મામલે ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ થયા બાદ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પર ખૂબ જ ફોન આવ્યા હતા. એસી ક્યાંથી કેવી રીતે મળશે તેની ઈન્ક્વાયરી થઈ રહી હતી. જેને પરિણામે PGVCLએ ખુલાસો કરવાની જરૂ પડી છે.


સરકારની નથી કોઈ યોજના

PGVCLએ ખુલાસો કરીને કહ્યું કે હાલ સરકારની આવી કોઈ યોજના નથી, કે નથી સસ્તા ભાવે એસીનુ વિતરણ થવાનું. પરિણામે લોકોએ ભરમાવું ન જોઈએ. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં અગાઉ પણ આવા મેસેજ વાઈરલ થઈ ચૂક્યા છે, જેને કારણે લોકોએ કોઈ વસ્તુ કે નોકરી માટે ભીડ લગાવી હોય. જો તમને પણ આવા મેસેજ મળે છે, તો તેનાથી ભરમાશો નહીં. અને જો કોઈ તમને આવા મેસેજ મોકલે તો તેને કન્ફર્મ કર્યા વગર શૅર ન કરો.

આ પણ વાંચોઃ રથયાત્રા 2019: આવો રજવાડી હશે રથયાત્રામાં જગન્નાથનો ઠાઠ, જુઓ તસવીરો

કન્ફર્મ કર્યા વગર ન કરો ફોરવર્ડ

વ્હોટ્સ એપ પણ આ પ્રકારના ફોરવર્ડ્ઝ અટકાવવા પગલાં લઈ રહી છે. પોતાના ફીચર બદલી રહી છે. કેટલાક મહિનાઓ પહેલા આ પ્રકારના વાઈરલ થયેલા મેસેજને પગલે લોકોને માર મારવાની ઘટનાઓ બની હતી. જે બાદ આ પ્રકારના ફોરવર્ડઝને લઈ ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે ફરી એકવાર PGVCLને લઈ અફવા ફેલાતા આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

 

gujarat news saurashtra