રથયાત્રા 2019: આવો રજવાડી હશે રથયાત્રામાં જગન્નાથનો ઠાઠ, જુઓ તસવીરો

અમદાવાદ | Jun 25, 2019, 15:38 IST

ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં છે. ભગવાનના વાઘા પણ બનીને તૈયાર છે.

રથયાત્રા 2019: આવો રજવાડી હશે રથયાત્રામાં જગન્નાથનો ઠાઠ, જુઓ તસવીરો
રથયાત્રામાં જગન્નાથનો રજવાડી હશે ઠાઠ

જગતના નાથ આ વખતે રથયાત્રામાં રજવાડી વેશ ધારણ કરશે. જેમના વાઘા તૈયાર થઈ ગયા છે. દર વર્ષે પરંપરાગત રીતે ભગવાનના વાઘા બનાવતા સુનિલ ભાઈએ જ આ વર્ષે વાઘા બનાવ્યા છે. જેમની તસવીરો સામે આવી છે. જેમને જોતા જ લાગે છે કે ભગવાન આ વાઘામાં એકદમ રજવાડી રીતે શોભી ઉઠશે.

JAGANNATH WAGHA


અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથીની 142મી રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ વખતે ભગવાનનું મામેરું કરવાનો મોકો શાહીબાગના કાનજીભાઈ પટેલના પરિવારને મળ્યો છે. જેમના પરિવારમાં અત્યારે તો ભાણેજડાના આગમનને લઈને ખુશી અને ઉલ્લાસના માહોલ છે. આખો પરિવાર હાલ મામેરાની તૈયારીમાં લાગી ગયો છે.

JAGANNATH WAGHA


દર વર્ષે ભગવાનના સાજ શણગાર અલગ અલગ હોય છે. ત્યારે આ વખતે ભગવાન રજવાડી ઠાઠમાં ભક્તોની સામે આવશે અને તેમને દર્શન આપશે. ભગવાન માટે આ વખતે લાલ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. પાંચ દિવસના પાંચ વાઘા બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ સરસપુરમાં જગતના નાથને ધરાવાયો 151 કિલો કેરીનો મનોરથ, મનમોહક છે તસવીરો

રથયાત્રા એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. જગતના નાથની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી પડે છે. હાલ તો ભગવાન મોસાણમાં પહોંચ્યા છે અને મહેમાનગતિનો આનંદ માણી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK