Gujarat: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર ગંભીર અકસ્માત, 10ના મોત

17 April, 2024 08:22 PM IST  |  Nadiad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર નડિયાદ પાસે ગંભીર રોડ અકસ્માત થયો છે. આમાં 10ના મોત થઈ ગયા છે. તો, એક શખ્સની સ્થિતિ ગંભીર કહેવામાં આવી રહી છે. અકસ્માત તે સમયે થયો જ્યારે ઑઈલ ટેન્કરની પાછળથી આવતી ફાસ્ટ કાર તેની સાથે અથડાઈ.

રોડ અકસ્માતની ફાઈલ તસવીર

ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર નડિયાદ પાસે ગંભીર રોડ અકસ્માત થયો છે. આમાં 10ના મોત થઈ ગયા છે. તો, એક શખ્સની સ્થિતિ ગંભીર કહેવામાં આવી રહી છે. અકસ્માત તે સમયે થયો જ્યારે ઑઈલ ટેન્કરની પાછળથી આવતી ફાસ્ટ કાર તેની સાથે અથડાઈ. અકસ્માત તે સમયે થયો જ્યારે હાઈવે પર ટેક્નિકલ ખામીને કારણે ટેન્કર હાઈવેની સાઈડમાં રોકાયેલું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ટેન્કર પુણેથી જમ્મૂ જઈ રહ્યું હતું. (Ahmedabad-Vadodara Expressway)

તો, કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે કારમાં બેઠેલા 10 જણના મૃત્યુ થઈ ગયા છે. આમાંથી 8ના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે બેના હૉસ્પિટલ જવાના રસ્તે જીવ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં 8 પુરુષ, 1 મહિલા અને અને 4-5 વર્ષનો એક બાળક સામેલ છે. રાહગીરોએ 108 નંબર પર અકસ્માતની સૂચના આપી. માહિતી મળતા જ એમ્બ્યુલેન્સની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

કારની શીટ કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા
Ahmedabad-Vadodara Expressway: આ સાથે એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે શીટ કાપવી પડી હતી. અકસ્માતને કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ભારે જામ થઈ ગયો હતો. પોલીસે કોઈક રીતે કારને સાઈડમાં લઈ જઈ જામ હટાવ્યો હતો.

મૃતકોની ઓળખ થઈ શકી નથી
જણાવવામાં આવી રહ્યું છે કે હજી સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. કારમાં વડોદરા, નડિયાદ અને અમદાવાદ શહેરના મુસાફરો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પોલીસે મૃતદેહોના પંચનામા કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સાથે કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે મૃતકની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પોલીસે તપાસ માટે બનાવી સ્પેશિયલ ટીમ
Ahmedabad-Vadodara Expressway: ચાલતા ટેન્કરની પાછળ કાર કેવી રીતે ઘુસી ગઈ તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે રામ નવમીના કારણે એક્સપ્રેસ વે પર વાહનોની વધારે ભીડ નહોતી. તમને જણાવી દઈએ કે એક્સપ્રેસ વે પર વાહનો સરેરાશ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે. પોલીસે અકસ્માતની વિગતવાર માહિતી મેળવવા માટે વધુ તપાસ માટે વિશેષ ટીમની રચના કરી છે.

ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પૂરઝડપે આવતી કાર ટૂ-વ્હીલર સાથે અથડાતાં ૩૫ વર્ષના સ્કૂટીચાલકનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત એટલો ભીષણ હતો કે વ્યક્તિનું શરીર ઊડીને કારના રૂફ પર પડ્યું હતું અને ડ્રાઇવરની જાણ બહાર ૧૮ કિલોમીટર સુધી એ જ સ્થિતિમાં પડી રહ્યું હતું. ટ્રૅક્ટર મેકૅનિક જિન્ને યેરીસ્વામી પોતાના ગામથી રાત્રે ૧૦.૩૦ વાગ્યે સ્કૂટી પર પાછો આવી રહ્યો હતો ત્યારે બૅન્ગલોરથી આવતી કારે સ્કૂટીને ઉડાડી દીધી હતી. અકસ્માત બાદ કાર-ડ્રાઇવર ગભરાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. એ પછી તેને ખ્યાલ નહોતો કે મરનાર વ્યક્તિનું શરીર કારની ઉપર જ છે. કાર લગભગ ૧૮ કિલોમીટરની મુસાફરી કરીને એક ગામમાં પહોંચી ત્યારે ત્યાંથી પસાર થનાર લોકોએ કારની છત પર યેરીસ્વામીની બૉડી જોઈ અને ડ્રાઇવરને અટકાવ્યો હતો, પણ તે કાર લઈને ભાગી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

ahmedabad vadodara gujarat news gujarat road accident national news