રથયાત્રાઃ આવતીકાલે રાખજો ધ્યાન, આ રસ્તાઓ રહેશે બંધ

03 July, 2019 05:55 PM IST  |  અમદાવાદ

રથયાત્રાઃ આવતીકાલે રાખજો ધ્યાન, આ રસ્તાઓ રહેશે બંધ

File Photo

રગુરુવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા યોજાશે. જેમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં ભક્ત ઉમટશે. રથયાત્રાને ધ્યાનામાં રાખીને જગન્નાથ મંદિરથી લઈ આખા રૂટ પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. રથયાત્રા માટે સુરક્ષાની જવાબદારી 25 હજાર પોલીસ કર્મીઓના ખભે છે. 22 કિલોમીટરની રથયાત્રામાં સુરક્ષા માટે બોમ્બ સ્ક્વોડ અને NSGની ટીમ પણ હાજર રહેશે. આ ઉપરાંત કુલ 94 CCTV કેમેરાથી રથયાત્રા પર નજર રખાશે.

રથયાત્રાના ભાગરૂપે આવતીકાલે પૂર્વ અમદાવાદના કેટલાક રસ્તાઓ બંધ રહેશે. એટલે જો કાલે તમે રથયાત્રા જોવા માટે જવાના હો તો આ બાબતની ખાસ માહિતી મેળવી લેજો. અમાદવાદ પોલીસે આતીકાલે બંધ રહેનારા રસ્તાઓની માહિતી આપી છે.

રથયાત્રા પોતાના પરંપરાગત રૂટ પ્રમામે પ્રસ્થાન કરશે. જમાલપુરમાં જગન્નાથ મંદિરથી શરૂ થતી રથયાત્રા જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા, મદનગોપાળની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રીજ થઈને સરસપુર જશે.

અને સરસપુરમાં મામાને ત્યાં વિશ્રામ કર્યા બાદ રથયાત્રા પાછી ફરશે. પાછા ફરવા દરમિયાન રથયાત્રા સરસપુરથી કાલુપુર બ્રિજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમપોળ, આર.સી.હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, ફુંવારા, ચાંદાલાઓળ, સાંકડી શેરીના નાકેથી થઈ માણેકચોક દાણાપીઠ, ગોળલીમડા, ખમાસા, જમાલપુર ચકલાથી શ્રી જગન્નાથ મંદિર રથયાત્રા પરત ફરશે.

આ પણ વાંચોઃ રથયાત્રા 2019: કરો ભગવાન જગન્નાથના મોંઘેરા મામેરાના દર્શન

રથયાત્રાના આ રસ્તાઓ પર કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે આ રૂટ તરફ આવતા જતા રસ્તાઓ પર કેટલાક સમય માટે વાહનવ્યવહાર બંધ રહેશે. અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને કયા કયા રસ્તા બંધ રહેશે તેની માહિતી જાહેર કરી છે. સાથે જ શહેરીજનો માટે વૈકલ્પિક રસ્તાઓની પણ જાહેરાત કરી છે.

Rathyatra ahmedabad news