રથયાત્રા 2019: કરો ભગવાન જગન્નાથના મોંઘેરા મામેરાના દર્શન

Published: Jun 30, 2019, 11:42 IST | Falguni Lakhani
  • જળયાત્રા બાદ હવે ભગવાન જગન્નાથ મોસાળમાં મ્હાલી રહ્યા છે. અને તેમના મામેરાની તૈયારી પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે.

    જળયાત્રા બાદ હવે ભગવાન જગન્નાથ મોસાળમાં મ્હાલી રહ્યા છે. અને તેમના મામેરાની તૈયારી પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે.

    1/11
  • શનિવારે ભગવાનનું મામેરું ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યું હતું. જેને જોઈને ભક્તોએ ધન્યતા અનુભવી.

    શનિવારે ભગવાનનું મામેરું ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યું હતું. જેને જોઈને ભક્તોએ ધન્યતા અનુભવી.

    2/11
  • મામેરામાં ભગવાન જગન્નાથ અને ભાઈ બળભદ્રને વાઘા, સોનાનો ઢોળ ચડાવેલા દોઢ કિલોનો હાર, સોનાની 3 વિંટી અને દોરા ચડાવવામાં આવશે.

    મામેરામાં ભગવાન જગન્નાથ અને ભાઈ બળભદ્રને વાઘા, સોનાનો ઢોળ ચડાવેલા દોઢ કિલોનો હાર, સોનાની 3 વિંટી અને દોરા ચડાવવામાં આવશે.

    3/11
  • બહેન સુભદ્રાને ચુની, બુટ્ટી, નથ, પાયલ સાથે સોના અને ચાંદીના દાગીના, સાડી અને પાર્વતી શણગારની વસ્તુઓ આપવામાં આવશે.

    બહેન સુભદ્રાને ચુની, બુટ્ટી, નથ, પાયલ સાથે સોના અને ચાંદીના દાગીના, સાડી અને પાર્વતી શણગારની વસ્તુઓ આપવામાં આવશે.

    4/11
  • ભગવાન અષાઢી બીજના દિવસે રથ પર સવાર થઈને જગન્નાથ મંદિરથી મોસાળ આવશે, જ્યાં તેમને મામેરું અર્પણ કરવામાં આવશે.

    ભગવાન અષાઢી બીજના દિવસે રથ પર સવાર થઈને જગન્નાથ મંદિરથી મોસાળ આવશે, જ્યાં તેમને મામેરું અર્પણ કરવામાં આવશે.

    5/11
  • ભગવાનનું મામેરું કરવા માટે ભક્તો વર્ષો સુધી રાહ જુએ છે. હાલ ભગવાનનું મામેરું કરવા માટે 18 વર્ષનું વેઈટિંગ છે.

    ભગવાનનું મામેરું કરવા માટે ભક્તો વર્ષો સુધી રાહ જુએ છે. હાલ ભગવાનનું મામેરું કરવા માટે 18 વર્ષનું વેઈટિંગ છે.

    6/11
  • આ વખતે ભગવાનનું મામેરું કરવાનું સૌભાગ્ય શાહપુરના પટેલ પરિવારને મળ્યું છે. જેથી તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

    આ વખતે ભગવાનનું મામેરું કરવાનું સૌભાગ્ય શાહપુરના પટેલ પરિવારને મળ્યું છે. જેથી તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

    7/11
  • પટેલ પરિવારે 20 વર્ષ પહેલા મામેરું કરવાનું બુકિંગ કરાવ્યું હતું અને તેમને આ વર્ષે અવસર મળ્યો છે.

    પટેલ પરિવારે 20 વર્ષ પહેલા મામેરું કરવાનું બુકિંગ કરાવ્યું હતું અને તેમને આ વર્ષે અવસર મળ્યો છે.

    8/11
  • અમદાવાદના સરસપુર વિસ્તાર ભગવાનનું મોસાળ કહેવાય છે. જ્યાં હાલ ભગવાન ભાઈ અને બહેન સાથે બિરાજી રહ્યા છે.

    અમદાવાદના સરસપુર વિસ્તાર ભગવાનનું મોસાળ કહેવાય છે. જ્યાં હાલ ભગવાન ભાઈ અને બહેન સાથે બિરાજી રહ્યા છે.

    9/11
  • આખું વર્ષ સરસપુર ભાણેજડાઓની આગતા સ્વાગતાની રાહ જુએ છે. અને જ્યારે ભાણેજડાઓ ત્યાં પધારે છે ત્યારે હર્ષોલ્લાસ છવાઈ જાય છે.

    આખું વર્ષ સરસપુર ભાણેજડાઓની આગતા સ્વાગતાની રાહ જુએ છે. અને જ્યારે ભાણેજડાઓ ત્યાં પધારે છે ત્યારે હર્ષોલ્લાસ છવાઈ જાય છે.

    10/11
  • બસ હવે તો ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન, જગતનો નાથ નગરચર્યાએ નીકળે અને ક્યારે તેઓ તેમના દર્શન કરી શકે.

    બસ હવે તો ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન, જગતનો નાથ નગરચર્યાએ નીકળે અને ક્યારે તેઓ તેમના દર્શન કરી શકે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની વિધિઓ ચાલી રહી છે. શનિવારે ભગવાનનું મામેરું ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યું. ત્યારે ચાલો અમે તમને કરાવીએ છે ભગવાનના મોંઘેરા મામેરાના દર્શન...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK