જગન્નાથ મંદિરમાં હવે નહીં થાય ભગવાનના દર્શન, આ છે કારણ

17 June, 2019 07:17 PM IST  |  અમદાવાદ

જગન્નાથ મંદિરમાં હવે નહીં થાય ભગવાનના દર્શન, આ છે કારણ

અમદાવાદમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિરમાં હવે ભક્તે ભગવાનની પ્રતિમાના દર્શન નહીં કરી શકે. રથયાત્રાની પરંપરાના ભાગ રૂપે ભગવાન જગન્નાથ હવે 14 દિવસ સુધી વિશ્રામ કરશે. આ વિશ્રામ માટે ભગવાન જગન્નાથ મામાના ઘરે એટલે કે મોસાળ સરસપુરમાં પહોંચી ચૂક્યા છે. પરિણામ, આજથી મંદિરમાં દર્શન કરનાર જનાર શ્રદ્ધાળુઓને પ્રતિમાના દર્શનનો લાભ નહીં મળે.

મૂર્તિની જગ્યાએ પ્રતિમાના દર્શન

જગન્નાથ મંદિરમાં આ દર વર્ષની પરંપરા છે. જે મુજબ રથયાત્રાના કેટલાક સમય પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાય છે. જેમાં ભગવાનનો જળાભિષેક થાય છે. બાદમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સરસપુર મામાના ઘરે રોકાવા જાય છે. અને જગન્નાથ મંદિરમાં પ્રતિમાની જગ્યાએ ફોટો મૂકવામાં આવે છે. જેને જગન્નાથજીના નિગ્રહના દર્શન તરીકે ઓળખવામાં આવે છે.

આજે યોજાઈ જળયાત્રા

ભગવાનની તસવીરના દર્શન થાય તે માટે જગન્નાથ મંદિરમાં જળયાત્રા યોજવામાં આવે છે. જેમાં વાજતે ગાજતે, બેન્ડવાજા અને બગી ગાડી સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની શોભાયાત્રા પણ નીકળી હતી. સાંજે પાંચ વાગ્યે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રા પણ યોજાઈ ગઈ. પરંપરા પ્રમાણે ભગવાન જગન્નાથ સજીધજીને મોસાળમાં પહોંચી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ જગતના નાથની થઈ જળયાત્રા, નાથે ધારણ કર્યો ગજવેશ

સરસપુરમાં જામશે ભક્તિનો માહોલ

હવે 17 જૂનથી 2 જુલાઈ સુધી રોજ સાંજે 5થી 7 વાગ્યા સુધી સરસપુરના મંદિરમાં ભજન ધૂન અને ભક્તિરસના કાર્યક્રમો યોજાશે. બાદમાં રથયાત્રા એટલે કે અષાઢી બીજના આગલા દિવસે ભગવાન જગન્નાથ નિજમંદિર પરત ફરશે. અને સવારે મંગળા આરતીથી ભગવાનના દર્શન થશે. ભગવાનની મોસાળમાં પધરામણી થતા લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

ahmedabad gujarat news