રાજકોટઃપૉલ્યુટ કરે એ જ પે કરે

12 April, 2019 11:58 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

રાજકોટઃપૉલ્યુટ કરે એ જ પે કરે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન

ગુજરાત અને આમ તો સૌરાષ્ટ્ર, તમાકુના વ્યસન માટે કુખ્યાત છે. પાન-ફાકી ખાવાનું ચલણ એટલું વધારે છે કે રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને કરાવેલા એક સ્વચ્છતા અભિયાનના સર્વેમાં પણ એ જ બહાર આવ્યું કે પ્લાસ્ટિકના કુલ કચરામાં મૅક્સિમમ કચરો પાન-ફાકીનાં રૅપર અને પ્લાસ્ટિકના કાગળનો જ મળે છે. આ કચરો ન થાય એના માટે જાત-જાતના રસ્તાઓ અપનાવ્યા પછી પણ કોઈ ફરક નહીં પડતાં ફાઇનલી રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે હવે પાન પાર્લર દ્વારા જે પ્લાસ્ટિક વાપરવામાં આવે એના પર પાનની દુકાનનું નામ અને નંબર લખવો ફરજિયાત રહેશે. જે પૉલ્યુટ કરે એ જ પે કરે એવા સિદ્ધાંતનો અહીંયાં અમલ કરવાની વાત છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું, ‘જેનું પણ પ્લાસ્ટિકનું રૅપર મળશે એ દુકાનવાળાએ પ્રતિ રૅપર સો રૂપિયા દંડ ભરવો પડશે. આવું કરવાનું કારણ એ જ છે કે એ પણ પોતાનું પ્લાસ્ટિક બહાર ફેંકાય નહીં એના માટે સાવધાની રાખે.’

એક પાન-ફાકીની ઍવરેજ પ્રાઇઝ વીસ રૂપિયા હોય અને પચાસ ટકા નફો હોય તો પણ દુકાનદારને એ પાન-ફાકીમાંથી દસ રૂપિયા મળે, પણ જો પાન-ફાકી ખરીદનારો એ રૅપર બહાર ફેંકે તો તેણે નફાના દસગણા એટલે કે સો રૂપિયાનો દંડ ચૂકવવો પડે. આવું કોઈ વેપારીને ગમે નહીં એટલે નૅચરલી એ સ્વચ્છતાની બાબતમાં બેદરકાર રહેવાને બદલે પહેલો પ્રયાસ એ કરશે કે પાર્સલ લઈને કોઈ જાય નહીં અને એ પછી પણ પાર્સલ લઈ જનારા હશે તો એ પોતાના કાયમી ગ્રાહક હશે એની સાથે જ વેપાર કરશે.

આ પણ વાંચોઃ ઉનાળામાં ગરમીથી બચવા આ ગોલા ખાઈને મેળવો ઠંડક

વેપારી મંડળ સ્વાભાવિક રીતે આવો કોઈ નિયમ સ્વીકારવા રાજી નથી, જેના માટે કઈ રીતે આવી રહેલા આ નવા નિયમનો વિરોધ કાયદાકીય વિરોધ કરવો એનાં સલાહસૂચન લેવામાં આવશે. જોકે મ્યુનિસિપલ કૉર્પોરેશન આ બાબતમાં મક્કમ છે અને તે કોઈ હિસાબે આમાં બાંધછોડ કરવા પણ રાજી નથી.

આ નિયમ લોકસભા ઇલેક્શનના મતદાન પછી એટલે કે એપ્રિલના લાસ્ટ વીકમાં લાગુ કરવામાં આવશે.

gujarat rajkot news