રાજકોટમાં પાક વીમા માટે રસ્તા પર ઉતર્યા ખેડૂતો

06 June, 2019 03:04 PM IST  |  રાજકોટ

રાજકોટમાં પાક વીમા માટે રસ્તા પર ઉતર્યા ખેડૂતો

રસ્તા પર ઉતર્યા રાજકોટના ખેડુતો (PC : બિપીન ટંકારીયા)

રાજકોટમાં ફરી એકવાર ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાક વીમો, ભાવાંતર યોજના, ડેમ તળાવો રિપેર કરવા સહિતના મુદ્દે રાજકોટ જિલ્લાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. કિસાન સંઘે બહુમાળી ચોકથી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોના આ વિરોધને સૌરાષ્ટ્રના કમિશન એજન્ટ એસોસિયેશન દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો હતો.

ખેડૂતોની માગ છે કે અછત અને અર્ધ અછતની સ્થિતિ હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની રહી છે. આવી સ્થિતિમાં જો ખેડૂતોને પાકવીમો ન મળેતો ખેડૂતોએ તેમના પરિવાર, ગાય, ભેસનો નિભાવ કેમ કરવો અને નવા વર્ષના બિયારણ, ખાતર તેમજ ખેતી ખર્ચના નાણાના અભાવે ખરીફ પાકનું વાવેતર કરી શકે તેમ નથી. ખેડૂતોની માગણી છે કે પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતો લીધેલી લોન પણ ભરી શકે તેમ નથી, ખેડૂતો લોન ભરવામાં ડીફોલ્ટર થયા છે. જેથી તેઓનું નવું પાક ધીરાણ મળી શકે તેમ નથી.

આ પણ વાંચોઃ સાળાની વાઇફ સાથે એકતરફી પ્રેમમાં પડી ગયેલા બનેવીનું હિચકારું કૃત્ય

ખેડૂતોની માગ છે કે પાક વીમા માટે વારંવાર ખેડૂતો દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે, પરંકુ સરકાર દ્વારા આ મામલે હજી સુધી કોઈ જ પગલાં લેવાયા નથી. ખેડૂતોનો દાવો છે કે રાજકોટ જિલ્લાના ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી છે. પરિણામે પોતાની માગ પૂરી કરવા માટે ખેડૂતોએ વિરોધ પ્રદર્શનનો રસ્તો અપનાવ્યો છે.

gujarat rajkot news