સાળાની વાઇફ સાથે એકતરફી પ્રેમમાં પડી ગયેલા બનેવીનું હિચકારું કૃત્ય

રશ્મિન શાહ | રાજકોટ | Jun 06, 2019, 12:29 IST

પ્રેગ્નન્ટ એકતા અને પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને ચેતને ભરી લીધી બાથ

સાળાની વાઇફ સાથે એકતરફી પ્રેમમાં પડી ગયેલા બનેવીનું હિચકારું કૃત્ય
રાજકોટની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી એકતા મોટવાણી.

એકપક્ષી પ્રેમ કેવો જોખમી હોય છે અને એ પણ જો પરિવારના જ સભ્યને થઈ જાય તો એ કેવો ઘાતક બને એનું હૃદયદ્રાવક ઉદાહરણ ગઈ કાલે રાજકોટમાં જોવા મળ્યું હતું. રાજકોટના પૉશ ઍરપોર્ટ રોડ પર આવેલા ચંદ્રેશનગરમાં રહેતી હિતેશ મોટવાણીની વાઇફ એïકતા સાથે હિતેશના બનેવી ચેતન પલાણને એકતરફી પ્રેમ થઈ ગયો હતો. તેણે એકતાને પામવાના અથાક પ્રયાસ કર્યા, પણ કશું વળ્યું નહીં એટલે ગઈ કાલે તેણે ઘરે આવીને પહેલાં એકતાને સાથે ભાગી જવાનું કહ્યું, પણ એકતા માની નહીં એટલે તેણે પહેલાં એકતાના અને પછી પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. એકતા પ્રેગ્નન્ટ હતી અને તેને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો. આ ઘટનામાં એકતા ૪૫ ટકા અને ચેતન ૫૦ ટકા દાઝ્યો છે. અત્યારે બન્નેને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં છે. અફસોસની વાત એ છે કે એકતા ચેતનનો એકપક્ષી પ્રેમ ઓળખી ગઈ હતી અને તેણે ચેતનને રોકવાની કોશિશ પણ કરી હતી. તેણે પોતાના પતિ એટલે કે ચેતનના સાળાને પણ આ બાબતે ધ્યાન દોર્યું હતું, પણ હિતેશે એકતાની વાત પર ધ્યાન આપ્યું નહોતું.

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે ‘અમુક પરિવારમાં આવું બનતું હોય છે અને પરિવારની સ્ત્રીસભ્ય પુરુષસભ્યને આ વિશે કહેતી પણ હોય છે, પરંતુ પુરુષો આ વાતને ગંભીરતાથી લેતા નથી. એવું કરવાને બદલે તેમણે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ જેથી સાચા-ખોટાની ખબર પડે અને યોગ્ય પગલાં લઈ શકાય.’

આ પણ વાંચો : નીટના પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત, રાજ્યનું 46.35 ટકા પરિણામ

જો હિતેશ તેનો બનેવી આવું ન કરે એવા ભ્રમમાં ન રહ્યો હોત તો આજે તેની વાઇફ અને આવનારું સંતાન બન્ને ક્ષેમકુશળ હોત અને કદાચ બનેવી પણ સમયસર સાચા રસ્તે વળી ગયો હોત.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK