અમદાવાદઃ ઓવરબ્રિજ પર ટ્રાફિક જામથી બચાવવા રેલિંગ લગાવાઈ

08 May, 2019 04:09 PM IST  | 

અમદાવાદઃ ઓવરબ્રિજ પર ટ્રાફિક જામથી બચાવવા રેલિંગ લગાવાઈ

રસ્તાની વચ્ચે લગાવાઈ રેલિંગ

અમદાવાદ ના ખોખરા મદાસી મંદિર પાસે નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબિજ પર ડિવાઈડર ના હોવા ના કારણે થતા ટ્રાફિક જામની સમસ્યાને નિવારવા તંત્રએ મહત્વની તકેદારી લીધી છે. તંત્ર દ્વારા એ એલ. જી. હોસ્પિટલ તરફના છેડે આવેલા ઓવરબિજથી રેલવે ઓવરબિજની મધ્યમાં લોખંડની રેલિંગ નાખવાની શરુઆત કરી છે.

રસ્તાની વચ્ચે લગાવાઈ રેલિંગ

આ રેલવે ઓવરબ્રિજ નજીક આવેલા અને ખોખરા-કાંકરીયા સાથે જોડતા રેલવે ઓવરબ્રિજના સમારકામ માટે બ્રિજને બંધ કરાયો છે. ઓવરબ્રિજને બંધ કરાતા વાહનવ્યવહારને નાથાલાલ ઝઘડા બ્રિજ પર ટ્રાફિકને ખસેડવામાં આવ્યો છે. બ્રિજ પર ટ્રાફિક વધતા અને ડિવાઈડરના હોવાના કારણે વાહનો સામસામે આવતા અકસ્માતનું જોખમ વધી ગયું હતું. વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનું પગલુ લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટઃ મનપાના નિર્ણયના વિરોધમાં કોર્ટ સુધી જવાની ચીચોડાવાળાઓની ચીમકી

તંત્રએ સાવચેતીના પગલા લેતા રસ્તાની મધ્યમાં રેલિંગ લગાવી છે જેના કારણે રસ્તાને 2 ભાગમાં વહેચી શકાય. રેલિંગના કારણે વાહનો સામસામ ન આવવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઓછી થઈ છે સાથે અકસ્માત થવાનું જોખમ પણ ઘટ્યું છે.

gujarat ahmedabad