Gujarat: ચૂંટણી રણનીતિ બનાવવા આજે ગુજરાત પહોંચશે રાહુલ ગાંધી, જાણો વધુ

05 September, 2022 02:23 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

પાર્ટી નેતાઓએ કહ્યું કે ગાંધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં કૉંગ્રેસના `બૂથ યોદ્ધાઓ`ના `પરિવર્તન સંકલ્પ` સંમેલનને સંબોધિત કરશે. 

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન તે અનેક કાર્યક્રમોમાં સામેલ થશે. રાહુલ બૂથ સ્તરના પાર્ટી કાર્યકર્તાઓની એક રેલીને પણ સંબોધિત કરશે અને ગુજરાતના સાબરમતી આશ્રમમાં એક પ્રાર્થના સભામાં સામેલ થશે. પાર્ટી નેતાઓએ કહ્યું કે ગાંધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં કૉંગ્રેસના `બૂથ યોદ્ધાઓ`ના `પરિવર્તન સંકલ્પ` સંમેલનને સંબોધિત કરશે. 

પ્રદેશ કૉંગ્રેસના નેતાઓએ કહ્યું કે પછીથી સાબરમતી આશ્રમ જશે જ્યાં તે એક પ્રાર્થનાસભામાં સામેલ થશે અને કૉંગ્રેસની `ભારત જોડો યાત્રા`થી પહેલા મહાત્મા ગાંધીના આશીર્વાદ લેશે. પાર્ટી નેતાઓએ કહ્યું કે કૉંગ્રેસ આ વર્ષના અંતે થનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ત્રણ મહિનાના લાંબા અભિયાનની તૈયારી કરી છે. તેમણે જણાવ્યું કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી આ દરમિયાન પ્રચાર કરશે.

રાહુલ ગાંધીએ છેલ્લે 10 મેના ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો
જણાવવાનું કે રાહુલ ગાંધીએ છેલ્લે 10મેના ગુજરાત પ્રવાસ કર્યો હતો ત્યારે તેમણે દાહોદ શહેરમાં આદિવાસીઓને સંબોધિત કર્યા હતા. પાર્ટી નેતાઓએ કહ્યું કે આ વખતે તે આગામી ચૂંટણી માટે બૂથ સ્તરે કૉંગ્રેસ કાર્યકર્તાઓને તૈયાર કરશે અને આ રીતે પાર્ટી ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે.

ગાંધીની ગુજરાત યાત્રા સાત સપ્ટેમ્બરના પાર્ટીની `ભારત જોડો યાત્રા` શરૂ કરવાના બે દિવસ પહેલા થઈ રહી છે. 3,500 કિલોમીટર લાંબી પગપાળા માર્ચ 12 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોને કવર કરશે અને લગભગ 150 દિવસમાં પૂરો થશે.

rahul gandhi Gujarat Congress congress national news gujarat gujarat news