PM મોદી ગાંધી જયંતી નિમીતે અમદાવાદમાં ગાંધી આશ્ર્મની મુલાકાત લેશે

01 October, 2019 04:45 PM IST  |  Ahmedabad

PM મોદી ગાંધી જયંતી નિમીતે અમદાવાદમાં ગાંધી આશ્ર્મની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત લેશે (PC : Youtube)

Ahmedabad : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ 2 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સરકારે મોદીના ગુજરાતીની એક દિવસની ટુંકી મુલાકાતની રૂપ રેક્ષા જાહેર કરી છે. વડાપ્રધાન મોદી સાંજે સાડા પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને રાત્રે સવા નવ વાગ્યે દિલ્હી જવા  રવાના થઇ જશે.


વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા

5:30 સ્ટેજ પ્રોગ્રામ એરપોર્ટ પર
6:15 વાગે સાબરમતી આશ્રમમાં ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરશે
6:50 વાગે પ્રધાનમંત્રી મોદી રિવરફ્રન્ટ પર આવશે
8:40 GMDC ગ્રાઉન્ડ જશે
9:10 સુધી કાર્યક્રમ ચાલશે
9:15 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે

આ પણ જુઓ : એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

પોતાના જન્મદિવસે જ મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે મોદી પોતાના જન્મ દિવસ 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતીની મુલાકાતે આવ્યા હતા અને નર્મદા ડેમને ગુજરાતની જનતાને અર્પણ કર્યું હતું અને જન્મ દિવસે પોતાની માતા હિરાબાના આશિર્વાદ લઇને તેમની સાથે ભોજન પણ કર્યું હતું.

gujarat ahmedabad narendra modi gandhi jayanti