IIM A કેમ્પસ બહાર લાગ્યું પોસ્ટર : NO HELMET, NO ENTRY

12 October, 2019 01:20 PM IST  |  Ahmedabad | Adhirajsinh Jadeja

IIM A કેમ્પસ બહાર લાગ્યું પોસ્ટર : NO HELMET, NO ENTRY

આઇઆઇએમ અમદાવાદ કેમ્પસમાં લાગ્યું પોસ્ટર (PC : Amit Panchal)

Ahmedabad : ભારતમાં અત્યારે સૌથી સળગતો પ્રશ્ન ટ્રાફિકમાં લેવામાં આવતો આકરો દંડ. અચાનક થોપી દેવામાં આવેલા આકરા ટ્રાફિક દંડથી ભારતના તમામ લોકો પરેશાનીમાં મુકાઇ ગયા છે. દેશમાં આ અંગે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનો પણ થયા. ત્યારે ગુજરાતમાં પણ આ અંગે વિરોધ થયો હતો. પરંતુ એવું નથી કે ટ્રાફિકના આ કડક નિયમ અને દંડથી લોકો વિરોધ પણ કરે છે. પરંતુ દેશમાં એવા પણ લોકો છે જેમણે આ કડક નિયમોનું સ્વાગત કર્યું છે. જોકે આ કડક નિયમોનું સ્વાગત કરવામાં હવે વ્યક્તિઓની સાથે સંસ્થાઓ પણ જોડાઇ ગઇ છે. અમદાવાદમાં આવેલી પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુ ઓફ મેનેજમેન્ટ (IIM-A) અમદાવાદે આ નિયમોનું સ્વાગત કર્યું છે અને સેફ્ટીને લગતો એક પોસ્ટર સંસ્થાના ગેટ પર મુક્યો છે. આ ચોટદાર મુદ્દાને શહેરમાં વાયરલ કર્યો છે અમદાવાદના સોશિયલ મીડિયા ગુરૂ અમિત પંચાલે.


IIM A પ્રવેશ ગેટ પાસે ટ્રાફિક નિયમને લઇને મુક્યું પોસ્ટર
શહેરમાં આવેલી જાણીતી એજ્યુકેશ્નલ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM A) એ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે સંસ્થાના એન્ટ્રન્સ ગેટ પાસે એક પોસ્ટર મુક્યું છે. જેમાં લખ્યું છે કે, ‘NO HELMET, NO ENTRY’ ટ્રાફિકના નિયમોનું પાલન કરો. IIM અમદાવાદ પરિસરમાં આવતા તમામ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર પ્રવેશી શકશે નહીં.’ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આઇઆઇએમના એડમિન વિભાગે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લોકોએ વધાવી લીધો છે.


સોશિયલ મીડિયા ગુરૂ અમિત પંચાલે પોસ્ટર કર્યું વાયરલ
ઉલ્લેખનીય છે કે ટ્રાફિક નિયમોનું દેશભરમાં કડક નિયમો જાહેર કર્યા બાદ તેનું પાલન કરવા માટે ટ્રાફિક જવાનો પણ લોકોને જાગૃત કરી રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરે દરેક શૈક્ષણિક સંસ્થાઓને રોડ સેફ્ટી અને કેમ્પસમાં ટ્રાફિક નિયમોનું પાલન માટે પત્ર લખ્યો હતો. IIM A આ વાત ધ્યાને રાખીને સેફ્ટીને લઇને હેલ્મેટ વગર પરિસરમાં પ્રવેશ નહીંનું પોસ્ટર લગાવ્યું હતું અને લોકો તથા વિદ્યાર્થીઓએ આ નિર્ણયની સરાહના કરી હતી. પણ અમદાવાદના સોશિયલ મીડિયા ગુરૂ અમિત પંચાલે આ નિર્ણયને વધાવી લીધો હતો અને IIM A એ લગાવેલા આ પોસ્ટરને સોશિયલ મીડિયામાં પર વાયરલ કરીને લોકોને પણ એક ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. મહત્વનું છે કે અમિત પંચાલ હંમેશા સોશિયલ મીડિયામાં સામાન્ય લોકોને ઉપયોગી ફોટો, વીડિયો કે માહિતી શેર કરતા હોય છે અને લોકોને હંમેશા માહિતગાર કરતા રહેતા હોય છે. તો ઘણીવાર પોતાની ક્રિએટીવીટી સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરતા હોય છે અને લોકોને વધુને વધુ જોડેલા રાખે છે.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

પહેલીવાર માફ કરશે અને બીજીવાર ભુલ રીપિટ કરશે તો પ્રવેશ નહીં આપે
IIM A પરિસરમાં આવનાર ટુ-વ્હીલર ચાલર જો હેલ્મેટ વગર આવશે તો તેને સિક્યુરિટી સ્ટાફ પહેલા સમજાવશે અને નિયમની જાણ કરશે. પણ જો એ ચાલક બીજીવાર પરિસરમાં હેલ્મેટ વગર પ્રવેશ કરશે તો તેને પરિસરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.

gujarat ahmedabad