‘પ્લીઝ, શક્ય હોય તો વર્ક ફ્રૉમ હોમ જ કરો’

03 April, 2021 11:05 AM IST  |  Surat | Shailesh Nayak

સુરત મહાનગરપાલિકાની જનતાને અપીલ

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની બીજી લહેર સુરત માટે આફત લઈને આવી છે અને સુરતમાં વધતા જતા કોરોનાના કેસને પગલે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ગઈ કાલે સુરતવાસીઓને અપીલ કરી હતી કે શક્ય હોય તો વર્ક ફ્રૉમ હોમ કરો. 
૨૬ માર્ચથી ગઈ કાલ સુધીના છેલ્લા ૮ દિવસમાં સુરતમાં કોરોનાના કુલ ૪૫૬૫ કેસ નોંધાયા છે અને ૨૫ દરદીઓનાં મૃત્યુ થયાં છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે ‘તમામ સોસાયટીઓની ક્લબ બંધ રાખવામાં આવે. જેટલું શક્ય હોય એટલું વર્ક ફ્રૉમ હોમ કરવામાં આવે. કોઈ પણ અગત્યનું કામ ન હોય તો ઘરથી બહાર નીકળવાનું ટાળે તથા આજુબાજુ ફક્ત મળવા માટે જવાનું‍ ટાળે. થોડા સમયની ખુશી માટે જીવનું જોખમ થઈ શકે છે. બાળકો અને વડીલોને ચેપ ન લાગે એની તમામ તકેદારી રાખો. શક્ય હોય ત્યાં સુધી વડીલો અને બાળકોને ઘરમાં જ રાખો. તમામ લોકો અચૂક વૅક્સિન લે. નવા વાઇરસનું સ્ટ્રેન ખૂબ વધારે ચેપી છે. વાઇરસ અત્યારે ઝડપથી લંગ્સની અંદર પ્રવેશી શકે છે અને લંગમાં ન્યુમોનિયા કરી શકે છે. કફ અને તાવથી પણ ક્યારેક કોવિડ પૉઝિટિવ થતા હોય છે, પણ કોવિડ પૉઝિટિવ એ રૅપિડ ટેસ્ટમાં નેગેટિવ આવી શકે છે, પરંતુ એ પૉઝિટિવ પણ હોઈ શકે છે.’

2640
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના આટલા કેસ નોંધાયા અને ૧૧ દરદીઓનાં મૃત્યુ થયાં

surat gujarat shailesh nayak