20 September, 2026 12:13 PM IST | Kutch | Gujarati Mid-day Correspondent
રવેચી માતાજીનું યાત્રાધામ
કચ્છના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના રવ ગામે આવેલા રવેચી માતાજીના મંદિરે ગઈ કાલે ભાતીગળ મેળાનું આયોજન થયું હતું. રવેચી માતાજીનું યાત્રાધામ આસ્થા અને શ્રદ્ધાનું મુકામ છે, જ્યાં રવેચી માતાજીનાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા અને માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. માતાજીના સ્થાનકે ભરાતા મેળામાં કચ્છ ઉપરાંત ગુજરાત અને ગુજરાત બહારથી પણ લોકો ઊમટ્યા હતા અને માતાજીનાં દર્શન કરીને મેળામાં મહાલ્યા હતા.