જ્યારે પાવાગઢના પગથિયા પરથી વહ્યું ઝરણું, જુઓ વીડિયો

27 August, 2019 02:40 PM IST  |  પાવાગઢ

જ્યારે પાવાગઢના પગથિયા પરથી વહ્યું ઝરણું, જુઓ વીડિયો

મજા લઈ રહ્યા છે લોકો

રાજ્યભરમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. લગભગ તમામ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી જ રાજ્યમાં મેઘરાજા પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે યાત્રાધામ પાવાગઢના પગથિયા પર સુંદર દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદને કારણે પાવગઢના પગથિયા ઝરણું બની ચૂક્યા છે. પાવગઢના પગથિયા પરથી મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. જેના વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.

અહીં જુઓ વીડિયો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાવાગઢના પગથિયા પરથી પડતા પાણીનો નજારો સુંદર લાગી રહ્યો છે. મોટા પ્રમાણમાં પાણી પડતું હોવાના કારણે શ્રદ્ધાળુઓને ઉપર ચડવામાં તકલીફ પડી રહી છે. જો કે ભક્તો આ માહોલ પણ એન્જોય કરતા દેખાઈ રહ્યા છે. દર્શનાર્થીઓએ આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા છે. અને પાવાગઢમાં દર્શન માટે જતા લોકોએ પરથિયા ઉપરથી વહેતા પાણી સાથે સેલ્ફીઓ લઇને મજા માણી રહ્યા છે.

ઉલ્લેનીય છે કે પંચમહાલમાં વહેલી સવારથી વજ વરસાદ વરસી રહ્યો છે. પાવાગઢમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેને કારણે પર્વત ઉપરથી પગથિયાના રસ્તે પાણી વહી રહ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહે લોકોને આકર્ષાય હતા. કાળી માતાના દર્શન કરવા માટે આવેલા દર્શનાર્થીઓએ આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા. તો કેટલાક દર્શનાર્થીઓએ પગથિયા ઉપરથી વહેતા પાણી સાથે સેલ્ફીની મજા માણી હતી.

આ પણ વાંચોઃ શ્રીફળનો પહાડઃ વર્ષોથી પડ્યા છે લાખો શ્રીફળ, તેમ છતાંય નથી બગડતા

બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, આની સાથે સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા છે.

gujarat news Places to visit in gujarat