ગુજરાતીઓ સાવધાન.! ગુજરાતમાં Omicron ની એન્ટ્રી, જામનગરમાં નોંધાયો પહેલો કેસ

04 December, 2021 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં કોરોના વાયરસના નવા અને વધુ ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)ની એન્ટ્રીથી ખળભળાટ મચી ગયો છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના નવા અને વધુ ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)ની એન્ટ્રીથી ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાથી આવેલો આ વ્યક્તિ જીવલેણ પ્રકારથી સંક્રમિત જોવા મળ્યો છે.

તેનો RT-PCR એટલે કે કોરોના પોઝિટિવના રિપોર્ટ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. શુક્રવારે માહિતી આપતા ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જામનગરમાં ઝિમ્બાબ્વેના રહેવાસીના આગમન પર કોવિડ -19 ના પોઝિટિવ દર્દીને નવા કોરોના વેરિઅન્ટ ઓમિક્રોનથી ચેપ લાગ્યો છે કે કેમ તે જાણવા માટે તેના નમૂનાઓ અન્ય લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

ઓમિક્રોનના કારણે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ત્રીજી લહેર આવવાની છે. આ અંગે ભારત સરકારે કહ્યું છે કે ઓમિક્રોન ભારત સહિત અન્ય દેશોમાં ફેલાઈ શકે છે. ઓમિક્રોન વેરિયન્ટ કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પાંચ ગણો વધુ ચેપી હોવાનું કહેવાય છે. આથી સરકાર દ્વારા ફરી એકવાર અગાઉની જેમ જ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંંચોઃ બાપ રે.! ઓમિક્રોનના ખળભળાટ વચ્ચે દુબઈથી અમદાવાદ આવેલા 30 યુવાનો કોરોના પોઝિટિવ

ઓમિક્રોન વિશે એકત્રિત કરાયેલા પ્રારંભિક ડેટા અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓને ભારે થાક, ગળામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વેરિયન્ટની ખાસિયતો ડેલ્ટા વેરિઅન્ટથી અલગ છે. ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિની સ્વાદ અને સ્મેલ કરવાની ક્ષમતામાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

ઓમિક્રોનની શોધ કરનાર દક્ષિણ આફ્રિકાના ડૉક્ટરે કહ્યું કે હાલમાં દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ પ્રકારથી સંક્રમિત લોકો ગંભીર રીતે બીમાર થયા નથી.

આ પણ વાંચોઃ Omicron:મુસાફરોએ દિવસમાં પાંચ વખત BMCને સ્વાસ્થ્ય અંગે જાણ કરવી પડશે, જાણો નવા નિયમો

 

 

gujarat gujarat news Omicron Variant coronavirus jamnagar