નિત્યાનંદ આશ્રમ વિવાદ : પોલિસે વહેલી સવારે 2 સંચાલિકાઓની કરી ધરપકડ

20 November, 2019 12:20 PM IST  |  Ahmedabad

નિત્યાનંદ આશ્રમ વિવાદ : પોલિસે વહેલી સવારે 2 સંચાલિકાઓની કરી ધરપકડ

નિત્યાનંદા આશ્રમ

નિત્યાનંદ આશ્રમમાં બાળકો ગુમ થવાના મામલે છેલ્લા ઘણા સમયથી લોકોમાં ચર્ચાનો મુદ્રો બન્યો છે. ત્યારે આજે નિત્યાનંદ આશ્રમની 2 સંચાલિકાની ધરપકડ કરવામાં આવી છે. શહેરના વિવેકાનંદ પોલિસ સ્ટેશન દ્વારા આજે વહેલી સવારે નિત્યાનંદ આશ્રમની 2 સંચાલિકાની પુછપરછ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.


પોલિસને પુષ્પક સિટીના પુરાવા મળતા વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરી
DySP કે. ટી. કામરિયાએ જણાવ્યું હતું કે, બાળકોને અપહરણ કરીને પુષ્પક સિટીમાં ગોંધી રાખવામાં આવતા હતા. તેના અમને પુરાવા મળતા જ આજે એટલે કે બુધવારે વહેલી સવારે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની પહેલા પુછપરછ કરી અને ત્યાર બાદ ધરપકડ કરી હતી. B/107 નંબરના મકાનમાં બંને બાળકોના સામાન અને પૂજાવિધિનો સામાન પણ મળી આવ્યો હતો. જેને પગલે કાર્યવાહી કરવામાં આવી છે.આશ્રમમાંથી બાળકોને 10 દિવસ ઉપર આ મકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. ગુમ થયેલી યુવતી નંદિતાને શોધવાની તપાસ ચાલી રહી છે. આઈપી એડ્રેસ પરથી શોધખોળ ચાલી રહી છે. ગઈકાલે રાત્રે આશ્રમમાંથી 9 અને 10 વર્ષ એમ બે બાળકોએ આશ્રમમાં ન રહેવાની ફરિયાદ કરતા બંનેને મુક્ત કરાવીને સીડબલ્યુસીને સોંપ્યા છે. આશ્રમમાં બાળકો પાસે પ્રમોશન એક્ટિવિટી અને યજમાનો પાસે પૈસા મંગાવાતા હોવાની જે આરોપ છે તે બાબતે પણ પોલિસ કારયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

પ્રમોશનલ એક્ટિવિટી કહીને ટાર્ગેટ આપવામાં આવતો
પિતાએ વિવેકાનંદનગરમાં કરેલી ફરીયાદ મુજબ 2 નવેમ્બરના રોજ આશ્રમમાંથી તેમની નાની બાળકીને મુક્ત કરાવ્યા બાદ આશ્રમની એક્ટિવિટી બાબતે પૂછતાં તેને જણાવ્યું હતું કે, 21 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી આશ્રમથી દુર આવેલા પુષ્પક સીટીમાં આવેલા B-107 નંબરના મકાનમાં રાખ્યા હતા. આશ્રમમાં શું શું ગતિવિધિ ચાલે છે? તે બાબતે તેઓએ કોઈને જાણ કરવાની ના પાડી હતી.

gujarat ahmedabad Crime News